Suchir Balaji Death : OpenAI માટે કામ કરનાર અને ત્યાર બાદ આ કંપની સામે અવાજ ઉઠાવનાર ભારતીય મૂળના અમેરિકન એઆઇ સંશોધક સુચિર બાલાજીનું અવસાન થયું છે. સાન ફ્રાન્સિસ્કો પોલીસના જણાવ્યા અનુસાર 26 નવેમ્બરના રોજ સુચિરનો મૃતદેહ તેના સાન ફ્રાન્સિસ્કો એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સુચિરે આત્મહત્યા કરી હતી. સાન ફ્રાન્સિસ્કો પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા રોબર્ટ રુઇકાએ ફોર્બ્સને જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં સુચિરના મૃત્યુમાં ખોટી રમતના કોઈ પુરાવા મળ્યા નથી.”
ધ મર્ક્યુરી ન્યૂઝના જણાવ્યા અનુસાર, બાલાજી 26 નવેમ્બરના રોજ તેમના બ્યુકેનન સ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુચિરની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેણે નવેમ્બર 2020 થી ઓગસ્ટ 2024 સુધી OpenAI માટે કામ કર્યું હતું. અબજોપતિ એલન મસ્કનો OpenAI ના સીઇઓ સેમ ઓલ્ટમેન સાથે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. મસ્કે એક્સ પર સુચિરના કેસ પર “હમ્મ” લખીને કેસને શંકાસ્પદ બનાવ્યો છે.
uhhhhhh. guys pic.twitter.com/pg4XTGsySP
— Daniel (@growing_daniel) December 13, 2024
OpenAI ની સ્થાપના 2015માં એલન મસ્ક અને સેમ આલ્ટમેન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પછી, મસ્કે OpenAI છોડી દીધું અને બીજા એક સ્પર્ધી સ્ટાર્ટ-અપ xAI ની સ્થાપના કરી. ગયા મહિને, મસ્કે આરોપ લગાવ્યો કે OpenAI પોતાનું એકાધિકાર ચલાવે છે.
ચાર વર્ષ સુધી OpenAI માટે શાનદાર કામ કરી ચૂકેલા અને ચેટ જીપીટીના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી ચૂકેલા બાલાજી દુનિયાભરની નજરોમાં એ સમયે આવ્યા હતા, જ્યારે તેમણે OpenAI પર ઘણા આરોપો લગાવ્યા હતા. ઓક્ટોબરમાં, સુચિર બાલાજીએ આરોપ લગાવ્યો હતો કે OpenAI કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ચેટજીપીટી જેવી ટેકનોલોજી ઈન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે. ઓક્ટોબરમાં એક્સ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, બાલાજીએ AI ના યોગ્ય ઉપયોગ અને જનરેટિવ વિશે પણ લખ્યું હતું.
સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ, MCX પર ભાવ ઘટ્યા; પરંતુ બજારમાં ખરીદી મોંઘી થશે
‘પુષ્પા 2’ના સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શા માટે હૈદરાબાદ પોલીસે તેને પકડ્યો
સુચિરનું કહેવું હતું કે ChatGPT બનાવવા માટે બિન-અનુમતિથી પત્રકારો, લેખકો, પ્રોગ્રામરો વગેરેનો કોપીરાઇટેડ મટિરિયલ ઉપયોગમાં લેવાયો છે, જેની સીધી અસર અનેક બિઝનેસ અને કારોબારો પર પડશે. તેમના જ્ઞાન અને સાક્ષીથી OpenAI વિરુદ્ધ ચાલી રહેલા કાનૂની કેસોમાં મોટો ફરક પડી શકે છે.