World News : ઇઝરાઇલની (israel) ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો ચાલુ છે. ઇરાને (Iran) કહ્યું છે કે જો ઇઝરાયલ ગાઝા પર ચાલી રહેલા હુમલાઓને રોકશે નહીં તો બીજા મોરચે યુદ્ધ શરૂ થઇ શકે છે. વાસ્તવમાં પેલેસ્ટાઈનના સંગઠન હમાસે શનિવારે ઈઝરાયેલ પર ભીષણ હુમલો કર્યો હતો.
હમાસે સૌથી પહેલા ઇઝરાયલ પર હજારો રોકેટ છોડ્યા હતા. ત્યારબાદ તેના લડવૈયાઓએ ઇઝરાઇલી વિસ્તારોમાં પ્રવેશ કર્યો અને તેની હત્યા કરી. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઇઝરાયેલમાં 1200 લોકોના મોત થયા છે. બીજી તરફ ઇઝરાયેલ પણ આ હુમલાઓનો જવાબ આપી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીને વીજળી, પાણી, ઇંધણ અને ખોરાકનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું છે. ગાઝામાં ઈઝરાયેલી હવાઈ હુમલામાં 1400થી વધુ લોકોના મોત થયા હતા.
ઈરાનના વિદેશ મંત્રીએ હમાસના અધિકારીઓ સાથે કરી મુલાકાત
ઇરાનના વિદેશ પ્રધાન હોસિન અમીરબાડોહિયન ગુરુવારે મોડી સાંજે બૈરુત પહોંચ્યા હતા. અહીં લેબનીઝ અધિકારીઓ તેમજ હમાસ અને પેલેસ્ટાઇની ઇસ્લામિક જેહાદના પ્રતિનિધિઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, ગાઝા પર ચાલી રહેલા આક્રમણ, યુદ્ધ અપરાધો અને ઘેરાબંધીને કારણે અન્ય મોરચાઓ ખૂલે તેવી શક્યતા છે. અમીરાબ્દુલ્લાહના કહ્યું કે જો ઈઝરાયલ દ્વારા ગાઝા પર બોમ્બમારો ચાલુ રહેશે તો અન્ય મોરચે પણ યુદ્ધ શરૂ થઈ શકે છે. આ પહેલા અમીરાબ્દુલ્લાહના ઈરાકની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાની સાથે બેઠક કરી હતી.
શક્તિની પૂજા કરતી વખતે કળશ શા માટે રાખવામાં આવે છે? જાણો તેની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો
અભિનેત્રીના પરિવારના અધધ 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા, બહેન-જીજાની હત્યા બાદ સૌથી મોટો ખુલાસો
વાસ્તવમાં હમાસના ઈઝરાયેલ પર હુમલામાં ઈરાનની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. ઈરાને હમાસને ફંડ આપી હથિયારો પૂરા પાડ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે હમાસના અધિકારીઓએ એ વાતનો ઈનકાર કર્યો છે કે, હુમલાની યોજના બનાવવામાં ઈરાનનો સીધો હાથ હતો અથવા તો તેને લીલી ઝંડી આપી દીધી હતી.