ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયલી સુરક્ષાકર્મીઓથી એક મોટી ભુલ થઈ ગઈ છે. જેમાં ઇઝરાયેલી આર્મીએ જણાવ્યું હતું કે, તેના સૈનિકોએ શુક્રવારે ત્રણ બંધકોને ગોળી મારીને મારી નાખ્યા હતા. તેઓને ધમકી સમજ્યા હતા. ગાઝા સિટી પડોશમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના વિસ્તાર શેજૈયામાં યુદ્ધ દરમિયાન IDFએ ભૂલથી 3 ઇઝરાયેલી બંધકોને જોખમ તરીકે ઓળખી કાઢ્યા હતા. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હાગારીએ જણાવ્યું કે, આઈડીએફ આ દુખદ ઘટનાની જવાબદારી લે છે.
ગોળીબાર બાદ સૈનિકોને ત્રણેયની શંકાસ્પદ ઓળખ
ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, ત્રણેય બંધકોના મૃતદેહને તપાસ માટે ઈઝરાયેલી વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં ત્રણેય ઈઝરાયેલના બંધકો હોવાની પુષ્ટિ થઈ હતી અને તેમની ઓળખ થઈ હતી. IDFએ બંધકોની ઓળખ યોતમ હૈમ, એલોન શમરિઝ અને સમર અલ-તલાલ્કા તરીકે કરી હતી. યોતમ હૈમ અને એલોન શમરિઝને હમાસના ઑક્ટોબર 7ના કિબુત્ઝ કફર અજા પરના હુમલા દરમિયાન પકડવામાં આવ્યા હતા. જ્યારે સમેર અલ-તલાલકાને કિબુત્ઝ નિર આમથી બંધક બનાવવામાં આવ્યો હતો.
જાણો પોતાના જ લોકોને મારવાનું કારણ
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું અને એક નિવેદનમાં કહ્યું કે ‘આ અસહ્ય દુર્ઘટના છે. આખું ઇઝરાયેલ આજે સાંજે શોકમાં છે. આ મુશ્કેલ સમયમાં મારું હૃદય શોકગ્રસ્ત પરિવારો સાથે છે.’ ઇઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે ‘જે પણ થયું તેના માટે સેના જવાબદાર છે.’ વધુમાં કહ્યું કે, અમે માનીએ છીએ કે ત્રણ ઇઝરાયેલી બંધકો કાં તો હમાસના કેપ્ચરમાંથી ભાગી ગયા હતા અથવા આતંકવાદીઓએ તેમને છોડી દીધા હતા જેમણે તેમને પકડ્યા હતા. જ્યાં તેમની ઓળખ ઈઝરાયલી નાગરિકોના રૂપમાં થઈ તેમણે હમાસના બંધક બનાવી લીધા હતા.
ઇઝરાયેલે કડક પગલાં લીધા
આ દરમિયાન વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને શુક્રવારે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ દ્વારા ગાઝામાં ઇઝરાયલી સેના દ્વારા ત્રણ બંધકોની ભૂલથી માર્યા ગયાની જાણ કરવામાં આવી હતી. કિર્બીએ કહ્યું, ‘તે હૃદયદ્રાવક છે, તે દુઃખદ છે.’ ઉલ્લેખનીય છે કે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન લગભગ 250 લોકોને અપહરણ કરીને બંધક બનાવ્યા હતા. આ હુમલામાં 1,139 લોકો માર્યા ગયા હતા. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના જવાબી હુમલામાં 18,700 થી વધુ લોકો માર્યા ગયા છે.