World News: ઘણી કંપનીઓ હેડ ટ્રાન્સપ્લાન્ટની ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તેમાંથી એક અમેરિકન સ્ટાર્ટઅપ બ્રેઈનબ્રિજના વીડિયોએ ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. હેડ ટ્રાન્સપ્લાન્ટના સિમ્યુલેશનનો આ વીડિયો ચોંકાવનારો હોવાની સાથે લોકોને ડરાવે છે. વીડિયોમાં બે સર્જિકલ રોબોટ બે રોબોટિક બોડી પર સર્જરી કરતા દેખાડવામાં આવ્યા છે. તેઓ એક શરીરમાંથી માથું કાઢીને બીજા શરીર પર ફિટ કરે છે.
જો કે તે સાયન્સ-ફિક્શન ફિલ્મના સીન જેવું લાગે છે, પરંતુ વૈજ્ઞાનિકો તેને વાસ્તવિકતા બનાવવામાં વ્યસ્ત છે. બ્રેઈનબ્રિજે જાહેરાત કરી છે કે તે વિશ્વની પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ બનાવશે. અત્યાર સુધી આ કંપની પડદા પાછળ સંશોધનમાં વ્યસ્ત હતી, હવે તે આખી દુનિયાને જણાવવા માંગે છે. બ્રેઈનબ્રિજનું કહેવું છે કે આ ટેક્નોલોજીથી તે એવા દર્દીઓને મદદ કરવા માંગે છે જેઓ અસાધ્ય રોગોથી પીડિત છે.
🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo
— Tansu Yegen (@TansuYegen) May 21, 2024
દર્દીના મગજને બ્રેઈન-ડેડ વ્યક્તિમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવશે
બ્રેઈનબ્રિજના જણાવ્યા અનુસાર કંપની સ્ટેજ-4 કેન્સર, પેરાલિસિસ, અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા ન્યુરોડિજનરેટિવ રોગોથી પીડિત દર્દીઓને નવી આશા આપવા માંગે છે. સર્જરીમાં દર્દીનું માથું તંદુરસ્ત, મગજ-મૃત દાતા શરીર પર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ધ્યેય ચેતના, સ્મૃતિઓ અને અન્ય જ્ઞાનાત્મક કાર્યોને અકબંધ રાખવાનો છે.
આ વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા છે. કેટલાકે કહ્યું કે અમેરિકન કંપની ‘ઈશ્વરના કામમાં દખલ કરી રહી છે’. એક યુઝરે કહ્યું, ‘હું કલ્પના પણ નથી કરી શકતો કે તેનો નૈતિક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘કદાચ આ (ટેકનોલોજી) માત્ર અમીરો માટે જ ઉપલબ્ધ હશે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી….
આ ટેક્નોલોજી પર કામ કરતી બ્રેનબ્રિજ એકમાત્ર કંપની નથી. Neurable, Emotiv, Kernel અને NextMind જેવી ઘણી કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે. પીઢ ઉદ્યોગપતિ એલોન મસ્કની ન્યુરાલિંકે તાજેતરમાં લકવાથી પીડિત વ્યક્તિના મગજમાં કોમ્પ્યુટર ચિપ પણ સ્થાપિત કરી છે.