યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, જે વિસ્તારમાં કબર મળી છે ત્યાં રશિયન સેનાએ માર્ચમાં કબ્જાે કરી લીધો હતો. કોઈ જાણતુ નથી કે આ વિસ્તારમાં કેટલા લોકોના મોત થયા છે. તેમણે કહ્યુ હતુ કે, પહેલા તપાસ કરવામાં આવશે અને પછી વસતી ગણતરી કરવામાં આવશે અને એ પછી આ વિસ્તારમાં કેટલા લોકો છે અને કેટલા ગાયબ છે તેની ખબર પડશે.
જાેકે જે સામૂહિક કબર મળી છે તેમાં ૯૦૦ લોકોના મૃતદેહ હોવાનુ અનુમાન થઈ રહ્યુ છે. જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, પાંચ લાખ યુક્રેનીયનોને રશિયામાં મોકલી દેવામાં આવ્યા છે. જાેકે અમે અત્યાચાર કરનારા તમામ રશિયન સૈનિકોને શોધીને તેમના પર કેસ ચલાવીશું.
બુચામાં અત્યાચાર કરનારા દસ રશિયન સૈનિકોની ઓળખ થઈ છે. બુચાના મેયરે ૨૩ એપ્રિલે કહ્યુ હતુ કે, બુચામાં મળેલી સામૂહિક કબરમાં ૪૧૨ લોકોના શબ મળ્યા હતા. આ પહેલા મારિયુપોલ શહેરના બહારના વિસ્તારમાં પણ ૩ સામૂહિક કબરો મળી આવી હતી અને તેમાં હજારો નાગરિકોના મૃતદેહ હોવાનુ કહેવાયુ હતુ.