Breking News : રવિવારે (29 ડિસેમ્બર) દક્ષિણ કોરિયામાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. રોયટર્સે યોનહાપ ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું છે કે દક્ષિણ કોરિયાના મુયાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર્સને લઇને એક વિમાન રનવે પરથી ઉતરીને દિવાલ સાથે અથડાયું હતું. યોનહાપના પ્રારંભિક અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 62 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયરના અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનને થયેલા ભારે નુકસાનને કારણે મૃત્યુઆંક વધી શકે છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે.
ઉતરતી વખતે અકસ્માત
યોનહાપ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ જેજુ એરનું આ વિમાન થાઇલેન્ડથી પરત ફરી રહ્યું હતું. આ અકસ્માત લેન્ડિંગ સમયે થયો હતો. મુઆન એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ફાયરના અધિકારીઓએ દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગ ઓલવી હોવાનું જણાવ્યું છે.
રોયટર્સના જણાવ્યા અનુસાર, મુઆન એરપોર્ટ પર બચાવ કામગીરી ચાલુ હતી ત્યારે બે લોકો જીવતા મળી આવ્યા હતા. યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, માનવામાં આવે છે કે આ દુર્ઘટના પક્ષીઓના સંપર્કને કારણે થઈ હતી જેના કારણે લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાઈ હતી. વિમાન મુઆન એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
સચિન તેંડુલકરને મળ્યો આ મોટું સન્માન, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે થયું એલાન
શીખ ધર્મમાં અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે, તેમના રિવાજો હિંદુઓથી કેટલા અલગ છે?
રાષ્ટ્રપતિ ચોએ સાંગ-મોક દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા
ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, દક્ષિણ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ ચોએ સાંગ-મોકએ કહ્યું કે તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસોના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યકારી પ્રમુખ ચોઈ સાંગ-મોક પણ દુર્ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.