રશિયા: 17 માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી, પુતિનનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

INTERNATIONAL NEWS: રશિયન સાસંદોએ 17 માર્ચ 2024 અને બુધવારે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવાની તારીખ નક્કી કરી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે પાંચમી વખત ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કર્યો છે. 71 વર્ષીય પુતિને હજુ ચૂંટણી લડવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો નથી પરંતુ ચૂંટણીની તારીખ ફાઈનલ થઈ જતાં આગામી દિવસોમાં તેઓ આમ કરે તેવી અપેક્ષા છે.

પુતિન દ્વારા કરવામાં આવેલા બંધારણીય સુધારાઓ હેઠળ તેઓ આગામી વર્ષે તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા બાદ વધુ બે છ વર્ષની મુદત માટે ચૂંટણી લડી શકે છે. પુતિનની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે તેઓ રશિયાની રાજકીય વ્યવસ્થા પર ચુસ્ત પકડ જાળવી રાખે છે. ચૂંટણીમાં તેમને પડકારનારા તેમના સંભવિત ટીકાકારો કાં તો જેલમાં છે અથવા વિદેશમાં રહે છે અને મોટા ભાગના સ્વતંત્ર મીડિયા પર પ્રતિબંધ છે.

Telangana: રેવંત રેડ્ડી “બુલડોઝર”ના મુડમાં, મુખ્યમંત્રીની સીટ પર બેસતા જ યોગીનું સ્વરૂપ કર્યું ધારણ.. 

Telangana: રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, ભટ્ટી વિક્રમાર્ક બન્યા ડેપ્યુટી સીએમ

ચાઈનાના વાયરસથી દિલ્હી AIIMSમા હડકંપ, એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે 7 કેસ પોઝિટિવ, જાણો શું છે સરકારની એડવાઈઝરી?

સ્વતંત્ર ઓપિનિયન પોલ્સ અનુસાર, યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી અને ખાનગી લશ્કરી કંપનીના વડા યેવજેની પ્રિગોઝિનના બળવાથી પુતિનની વિશ્વસનીયતા પર કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. માર્ચમાં યોજાનારી ચૂંટણીઓ સાથે પુતિન ઓછામાં ઓછા 2030 સુધી સત્તામાં રહેવાની શક્યતા છે.


Share this Article