World News : તમિલનાડુની રાજધાની ચેન્નઈની (Chennai) એમએમડીએ કોલોનીમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક 9 વર્ષની બાળકી પોતાની માતા અને પાંચ વર્ષના ભાઈ સાથે સ્કૂલેથી પરત ફરતી જોવા મળી રહી છે. ત્યારે એક ગાયે ઘાતકી હુમલો કરી તેને નીચે પાડી દીધો હતો. આ ઘટના એક ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV cameras) કેદ થઈ ગઈ હતી. ઘાયલ યુવતીની ઓળખ આયેશા તરીકે થઈ છે. આ ઘટના 9 ઓગસ્ટના રોજ જણાવવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર કોલોનીના લોકોએ પીડિતાની માતાની ચીસો સાંભળી અને બાળક પર હુમલો કરનારી ગાયનો પીછો કર્યો. તેના વાછરડાનો પણ પીછો કરવામાં આવ્યો હતો. આ ભયાનક વીડિયોમાં બાળકીને ગાય તેના શિંગડાથી ઉપાડીને વારંવાર હુમલો કરી રહી છે. પશુઓને ભગાડવાના અથાગ પ્રયાસો બાદ સ્થાનિકોએ બાળકીને બચાવવામાં સફળતા મેળવી હતી અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. બાળકની માતાની ફરિયાદ અને તપાસ બાદ ગાયના માલિક 26 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
Cows attack harmless little girl in MMDA, #Chennai. @chennaicorp Cows roaming on the streets are a big menace and a threat to motorists and walkers. Please take action against the cow owner! #Cow #CowAttack@CMOTamilnadu @UpdatesChennai pic.twitter.com/wdV5LD0iyw
— Ajay AJ (@AjayTweets07) August 10, 2023
તેની સામે પ્રાણીની યોગ્ય રીતે જાળવણી ન કરવા અને તેને હરવા-ફરવા દેવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે, જેના કારણે બાળકને ઈજાઓ પહોંચી છે. ચેન્નાઈના એડિશનલ ચીફ સેક્રેટરી/ગ્રેટર મ્યુનિસિપલ કમિશનર જે.રાધાકૃષ્ણને ખાનગી હોસ્પિટલમાં બાળકીને મળી હતી અને તેની ઈજાઓ અને તેને આપવામાં આવતી સારવાર અંગે તબીબો સાથે પૂછપરછ કરી હતી. રાધાકૃષ્ણને આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા પત્રકારોને જણાવ્યું હતું કે પશુ માલિકને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
બાળક અને તેના વાછરડા પર હુમલો કરનારી ગાયને અહીંના પેરામ્બુર ખાતેના એક ઢોરવાડામાં મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા લઈ જવામાં આવી છે. ગાય કોઈ ચેપી રોગથી પીડિત છે કે કેમ અને આ હુમલો કોઈ રોગને કારણે થયો છે કે નહીં તે અંગે જાણકારી મેળવવામાં આવશે. આ વર્ષે જ પશુઓને રસ્તા પર ફરવા દેવા બદલ માલિકોને 51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.