આજના ઝડપી જમાનામાં પણ અનેક લોકો માનવતા ધર્મમાં માને છે અને તેને ખરા અર્થમાં સાર્થક બનાવે છે, તે જાેઇને કોઇનું પણ હ્યદય ગદ્દગદ્દ થઇ શકે છે. સોશ્યલ મીડિયા પર તમે ઘણા વીડિયોયો જાેયા હશે, જેમાં લોકો જરૂરિયાતમંદોની મદદ કરતા નજરે આવે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. ૭૧ વર્ષના એક વૃદ્ધ ડિલીવરી બોય એક ૨૧ વર્ષની યુવતીની ઘરે ફૂડ ડિલીવર કરવા માટે જાય છે. વૃદ્ધ ખૂબ ધીમે ધીમે યુવતીના ઘરની સીડીઓ ચઢે છે. આ ઘટના યુવતીના ડોરબેલ કેમેરામાં રેકોર્ડ થઇ જાય છે, જેને જાેઇને યુવતી ખૂબ ભાવૂક થઇ ગઇ હતી.
વૃદ્ધનો આ વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માત્ર વાયરલ જ નથી થયો, પરંતુ લોકો આ વૃદ્ધની મદદ પણ કરી રહ્યા છે. યુવતીએ તેના માટે એક ભંડોળ એકત્રિત કરવા કેમ્પેન શરૂ કર્યુ છે. જેમાં ગુરૂવાર સાંજ સુધીમાં લોકોએ ૬૩ લાખ રૂપિયાની મદદ કરી છે. યુવતી વૃદ્ધ ડિલીવરી બોય માટે ૭૫ લાખ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. એક અહેવાલ અનુસાર, અમેરાનીકાના ઇદાહોમાં રહેતા ૨૧ વર્ષની એનાબેલ ગ્રેસ સ્ટીફન્સે ગત સપ્તાહે ડિલીવરી પરથી ફૂડ ઓર્ડર કર્યુ હતું. જેની ડિલીવરી માટે યુવતીના ઘરે ૭૧ વર્ષના કેરી ઝૂડ પહોંચ્યા હતા.
વીડિયોમાં તે ખૂબ ધીમે ધીમે ચાલીને આવતા નજરે પડે છે. એનાબેલે આ વીડિયો ટિકટોક પર પોસ્ટ કરતા કેપ્શન આપ્યું કે, મને આનાથી સારા ડોર ડેશર નથી મળ્યા. ત્યાર બાદ યુવતીએ ય્ર્હ્લેહઙ્ઘસ્ી પર કેમ્પેન શરૂ કર્યુ અને તેના દ્વારા તેના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ રહ્યા છે. આ વીડિયો પર અનેક યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક યુઝર્સે કહ્યું કે, તેણે ટિપ તરીકે કંઇ નહીં આપ્યું હોય, જેના પર પ્રતિક્રિયા આપતા એનાબેલે જણાવ્યું કે, તેને ટિપ તરીકે ૨૨૦૦ રૂપિયા આપ્યા, જ્યારે તેણે માત્ર ૧૫૦૦ રૂપિયાનું જ ફૂડ ઓર્ડર કર્યુ હતું.
એનાબેલે ત્યારબાદ ર્ડ્ઢર્ડ્ઢિટ્ઠજરનો સંપર્ક કર્યો અને વૃદ્ધ ડિલીવરી બોય સાથે મુલાકાત પણ કરી હતી. એનાબેલે બંનેનો ફોટો પણ શેર કર્યો છે. વર્ષ ૨૦૧૧માં વૃદ્ધની પત્નીનું અવસાન થઇ ગયું હતું અને તેમને ૨ પુત્રો છે. એક સિક્યોરિટી ગાર્ડ છે અને બીજામાં ડ્રાઇવર છે. સોશિયલ મીડિયા પર એનાબેલની આ સરાહનીય કામગીરીની ભારે ચર્ચા અને વખાણ થઇ રહ્યા છે. અનેક લોકોએ કહ્યું કે, તેમણે રીટાયર થઇ જવું જાેઇએ. તો અન્ય એક યુઝરે કહ્યું કે, તેમની ઉંમર હવે કામ કરવાની નથી રહી. તો અમુક લોકોએ કહ્યું કે, આ વૃદ્ધ પોતાને ફીટ રાખવા માંગે છે એટલે કામ કરે છે. જ્યારે અન્ય વ્યક્તિએ કમેન્ટ કરી કે, આ જાેઇને ખૂબ દુઃખ થયું. આપણ વૃદ્ધો સાથે સારો વ્યવહાર કરવો જાેઇએ.