World News: અમેરિકામાં એવો ચમત્કાર થયો કે જેના વિશે વાંચીને તમે પણ ચોંકી જશો. ટેનેસીમાં આવેલા ભયંકર વાવાઝોડા દરમિયાન 4 મહિનાનું બાળક તેના ધોડિયા સાથે ઉડી ગયું હતું, તે ચમત્કારિક રીતે બચી ગયું હતું. તેના માતા-પિતાનું કહેવું છે કે ‘ઈશ્વરની કૃપાથી’ તેમનું બાળક જીવિત મળી આવ્યું છે. દંપતીએ જણાવ્યું હતું કે શનિવારે એક જીવલેણ ટોર્નેડોએ તેમના ઘરનો નાશ કર્યો હતો. આ દરમિયાન ઘરની છત ઉડી ગઈ હતી અને તેમના બાળક ઘોડિયા સાથે ઉડી ગયું હતું.
બાળક ચમત્કારિક રીતે બચી ગયો હતો અને મુશળધાર વરસાદમાં પડી ગયેલા ઝાડની વચ્ચે અટવાઈ ગયો હતો. વાવાઝોડામાં બાળક તેના એક વર્ષના ભાઈ અને માતા-પિતાને માત્ર નાની ઈજાઓ થઈ હતી. સિડની મૂરે કે જે બે બાળકોની માતા છે એમણે જણાવ્યું હતું કે વાવાઝોડાની સાથે જ તેના ઘરની છત ઉડી ગઈ હતી.
મૂરેએ એક સ્થાનિક ન્યૂઝ સ્ટેશનને જણાવ્યું હતું કે ‘તોફાન ખૂબ જ ઝડપથી આવ્યું અને મારા બાળકને પારણા સાથે લઈ ગયું. આ પછી તેના પિતા તેને બચાવવા દોડ્યા, આ દરમિયાન તોફાને તેને પણ કસંજામાં લઈ લીધા. તે આખો સમય ફક્ત ઘોડિયાને પકડી રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’ જ્યારે આ થઈ રહ્યું હતું, ત્યારે મૂરે તેના એક વર્ષના પુત્ર, પ્રિન્સટનને પકડી રાખ્યો હતો.
તેણીએ વધુમાં કહ્યું હતું કે ‘ઘરની દીવાલો અંદર આવી રહી હતી ત્યારે મેં બાળકને પકડ્યો હતો.’ મૂર અને એક વર્ષનો બાળક પલટી ગયેલા ટ્રેલરની નીચે ફસાઈ ગયા હતા, જોકે તેણીએ કહ્યું હતું કે તે તેમને ગંભીર ઈજા વિના બહાર કાઢવામાં સક્ષમ હતી. તેઓએ 10 મિનિટ સુધી નાના પુત્રની શોધખોળ કરી અને અંતે તે પડી ગયેલા ઝાડ પાસે પડેલો મળ્યો. મૂરે કહ્યું, ‘હું વિચારવા લાગી કે તે મરી ગયો છે અને અમે તેને શોધી નહીં શકીએ, પરંતુ અમે તેને ઝાડ પર લટકતો જોયો.’