UAEના પ્રથમ હિન્દુ મંદિરમાં છે કડક નિયમો! જો આ પહેરીને જશો તો નહીં મળે પ્રવેશ, જાણો બધા જ નિયમો

Lok Patrika
By Lok Patrika
Share this Article

World News: સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં નવનિર્મિત બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર શનિવાર (2 માર્ચ 2024) થી સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ સાથે સંસ્થાએ મંદિરમાં આવતા ભક્તો માટે કેટલાક મહત્વના નિયમો બનાવ્યા છે, જે નીચે મુજબ છે

મંદિરના પૂજારીઓ દ્વારા સામાન્ય લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે મુજબ, ફક્ત એ જ ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે જેઓ તેમની ગરદન, કોણી અને પગની ઘૂંટીઓ ઢાંકતા કપડાં પહેરશે.

BAPS માર્ગદર્શિકા:

માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મંદિરમાં કેપ, ટી-શર્ટ અને વાંધાજનક ડિઝાઇનવાળા અન્ય કપડાં પર પ્રતિબંધ છે. જાળીવાળા અથવા આરપાર દેખાતા અને ચુસ્ત કપડા પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ભક્તોએ એવા કપડાં અને વસ્તુઓથી દૂર રહેવું, જે અન્ય લોકોનું ધ્યાન ભટકાવી શકે. મંદિરમાં શાંતિથી ધ્યાન કરવું અને સહભકતોની લાગણીઓનું સન્માન કરવું.

પાળતુ પ્રાણી પણ પ્રતિબંધિત છે

મંદિરની વેબસાઈટ અનુસાર, પરિસરમાં પાલતુ પ્રાણીઓ લાવવાની મનાઈ છે. મંદિર પરિસરમાં બહારથી ખાદ્યપદાર્થો અથવા કોઈપણ પીણું લાવી શકાશે નહીં. મંદિર પરિસરમાં ડ્રોનને પણ મંજૂરી નથી.

હકિકતમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાને લોકો સામાન્ય રીતે BAPS નામથી બોલાવે છે. BAPS એ હિંદુ ધર્મના આધ્યાત્મિક સંત શાસ્ત્રીજી મહારાજ દ્વારા 1907માં સ્થાપવામાં આવેલી હિંદુ ધાર્મિક અને સામાજિક સંસ્થા છે. લગભગ 1,550 મંદિરો BAPS હેઠળ આવે છે.

રણવીર પહેલા 6 જગ્યાએ મોં મારી ચૂકી છે દીપિકા, ધોનીથી લઈને યુવરાજ સુધીના સાથે અફેર, પટેલનું નામ સાંભળી ચોંકી જશો.

માર્ચમાં કમોસમી વરસાદ બાદ ફરીથી ઠંડી લોકોને ધ્રુજાવશે, કરોડો ગુજરાતીઓ માટે અંબાલાલની હાજા ગગડાવતી આગાહી

રાજધાની દિલ્હીમાં સ્થિત અને ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત અક્ષરધામ જેવા ઐતિહાસિક મંદિરો BAPS હેઠળ આવે છે. હવે અબુધાબીમાં પણ BAPS દ્વારા આલીશાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. UAEમાં બનેલા 108 ફૂટ ઊંચા મંદિરનું તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly