Silver Rate High: ચાંદીની કિંમતો સતત ઉંચી જઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી પહેલીવાર 100 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગઈ છે, જ્યારે MCX પર પણ ભાવ રેકોર્ડ લેવલ નજીક છે. આ તેજીથી રોકાણકારોમાં સટ્ટેબાજી અને હેજિંગને લઈને ચર્ચા તેજ બની છે.
છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવમાં લગભગ એક લાખ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. માત્ર એક હપ્તામાં જ 40 હજાર રૂપિયાની તેજી જોવા મળી છે. શેરબજારમાં નુકસાન વચ્ચે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે ચાંદી તરફ વળ્યા છે.

MCX પર પણ ચાંદી એક સમયે 3.40 લાખ રૂપિયાની નજીક પહોંચી હતી અને બાદમાં 3.34 લાખ પર બંધ થઈ. ગ્લોબલ માર્કેટમાં હાજિર ચાંદી એક જ સેશનમાં 4 ટકા ઉછળી અને નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે.
નિષ્ણાતો મુજબ આ તેજી પાછળ સટ્ટેબાજી અને હેજિંગ ડિમાન્ડ મુખ્ય કારણ છે. બજેટમાં ડ્યુટી રાહત, મોટા ટાર્ગેટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની ચર્ચાએ ચાંદીમાં દાવ વધાર્યા છે.
વળી,એમાં ચાંદીનો ડ્યુઅલ સ્વભાવ તેને ખાસ બનાવે છે. તે કિંમતી ધાતુ સાથે સોલર એનર્જી, ઇલેક્ટ્રિક વાહન અને ઇલેક્ટ્રોનિક્સ માટે પણ જરૂરી છે. તેથી વધતી ઇન્ડસ્ટ્રીયલ માંગ રોકાણકારોને આકર્ષી રહી છે.
બીજું એ કે, સોનાની તુલનામાં ચાંદીનું માર્કેટ નાનું હોવાથી તેમાં વધારે ઉથલપાથલ જોવા મળે છે. F&O ટ્રેડિંગ અને સોશિયલ મીડિયા કારણે રિટેલ રોકાણકારોની ભાગીદારી પણ વધી છે.
એમાં પણ જિઓપોલિટિકલ તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાએ હેજિંગ ડિમાન્ડને સપોર્ટ આપ્યો છે. તેથી નિષ્ણાતો માને છે કે હાલ લેવલ તેજીભર્યો પરંતુ જોખમી છે. લાંબા ગાળે મર્યાદિત રોકાણ વધુ સલામત ગણાય છે.