BPL Boycott: બાંગ્લાદેશ ક્રિકેટ આ દિવસોમાં ગંભીર આંતરિક સંકટનો સામનો કરી રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટર એમ. નજમુલ ઈસ્લામના વિવાદાસ્પદ નિવેદન બાદ ખેલાડીઓ ખુલ્લા વિરોધ પર ઉતરી આવ્યા છે.

નજમુલ ઈસ્લામે પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ‘ભારતનો એજન્ટ’ કહ્યા બાદ વિવાદે તીવ્ર રૂપ ધારણ કર્યું છે. ખેલાડીઓએ આ નિવેદનને અપમાનજનક ગણાવી નજમુલને પદ પરથી દૂર કરવાની માગ કરી છે.
ખેલાડીઓએ ચેતવણી આપ્યા બાદ 15 જાન્યુઆરીએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ના મેચનો બાયકોટ શરુ કર્યો છે. નવાખાલી એક્સપ્રેસ અને ચટ્ટોગ્રામ રોયલ્સ વચ્ચેનો મુકાબલો પણ સમયસર શરૂ થઈ શક્યો નહોતો.
આ મામલે BCBએ નજમુલ ઇસ્લામને કારણ બતાવો નોટિસ પાઠવી છે અને 48 કલાકમાં જવાબ માગ્યો છે. આ વિવાદની અસર T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ પર પણ પડતી જોવા મળી રહી છે.
હાલમાં તો ખેલાડીઓ અને બોર્ડ વચ્ચેનો ટકરાવ બાંગ્લાદેશ ક્રિકેટ માટે ચિંતા વધારતો મુદ્દો બન્યો છે.