ICC ODI Rankings: ICC ની હાલ તાજી વનડે રેન્કિંગમાં મોટો ઉથલપાથલ જોવા મળ્યો છે. જેમાં હવે ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન ડેરિલ મિશેલે ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીને પાછળ છોડીને નંબર-1 બેટ્સમેનનું સ્થાન મેળવ્યું છે. ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે આ બદલાવ આવ્યો છે.
મિશેલની સદીથી બદલાઈ તસવીર
ડેરિલ મિશેલે ભારત સામે બે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. જેમાં રાજકોટમાં 131* અને ઇંદોરમાં 137 રનની અદભૂત ઇનિંગ્સના કારણે તેમણે ICC રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.આ સાથે 845 રેટિંગ સાથે મિશેલ હવે નંબર-1 પર છે.

વિરાટ અને રોહિતને નુકસાન
આ બાજુ વિરાટ કોહલી 795 રેટિંગ સાથે બીજા સ્થાને ખસકી ગયા છે. રોહિત શર્માને પણ એક સ્થાનનું નુકસાન થયું છે અને તેઓ હવે ચોથા પાયે છે. સીરિઝ પૂરી થયા બાદ રેન્કિંગમાં આ ફેરફાર નોંધાયો છે.

ગ્લેન ફિલિપ્સની મોટી છલાંગ
ત્રીજી વનડેમાં 106 રનની ઈનિંગ રમનાર ગ્લેન ફિલિપ્સે 16 સ્થાનની છલાંગ લગાવી છે. તેઓ હવે 20મા ક્રમે પહોંચ્યા છે. સાથે જ ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ તેમને મોટો ફાયદો થયો છે.

ICC ODI બેટ્સમેન ટોપ-10 રેન્કિંગ
1️ડેરિલ મિશેલ (845)
2️વિરાટ કોહલી (795)
3️ઇબ્રાહિમ જાદરાન (764)
4️રોહિત શર્મા (757)
5️શુભમન ગિલ (723)
6️બાબર આઝમ (722)
7️હેરી ટેક્ટર (708)
8️શાઈ હોપ (701)
9️ચરિથ અસલંકા (690)
🔟 કે.એલ. રાહુલ (670)
બોલર્સ રેન્કિંગમાં પણ બદલાવ
બોલર્સ રેન્કિંગમાં રાશિદ ખાન ટોચ પર યથાવત છે. માઈકલ બ્રેસવેલને મોટો ફાયદો થયો છે, જ્યારે કુલદીપ યાદવને નુકસાન થયું છે. ICC રેન્કિંગમાં આ બદલાવ ક્રિકેટ ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
