IND vs NZ, 2nd ODI: રોહિત શર્મા પાસે શાહિદ અફરીદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક, માત્ર 2 છગ્ગા જોઈએ

Lok Patrika
By Lok Patrika

IND vs NZ, 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની બીજી મેચ રાજકોટ મુકામે રમાશે. ભારતીય ટીમે પહેલી વનડે 4 વિકેટે જીતી લીધો છે. હવે આ મેચમાં ટીમ ઇન્ડિયા શ્રેણી પોતાના નામે કરવાની કોશિશ કરશે.

રોહિત શર્મા પાસે ફરી ઈતિહાસ રચવાની તક
પહેલી વન ડે માં રનોના શહેનશાહ વિરાટ કોહલીએ વધુ રનનો રેકોર્ડ કરીને વિશ્વનાં ત્રીજા નંબરના ખેલાડી બન્યા છે. હવે બીજી વનડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા પાસે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. પહેલી વનડેમાં રોહિત 26 રન બનાવીને આઉટ થયા હતા. જે ઇનિંગ દરમિયાન તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા. આ 2 છગ્ગાઓ સાથે જ રોહિત વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયા છે.

SENA ટીમો સામે સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ


જો રોહિત શર્મા બીજી વનડેમાં 3 છગ્ગા ફટકારે, તો તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં SENA ટીમો સામે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની જશે. આ સિદ્ધિ મેળવનાર તેઓ દુનિયાનાં એકમાત્ર ખેલાડી બનશે.

16000 રનથી માત્ર 41 રન દૂર
આ સિવાય રોહિત શર્મા ઓપનર તરીકે 16000 ઇન્ટરનેશનલ રન પૂરા કરવા માટે માત્ર 41 રન દૂર છે.આ ઉપરાંત, એશિયામાં વનડેમાં 6000 રન પૂરા કરવા માટે તેને માત્ર 5 રનની જરૂર છે.

સદી મારતા જ બનશે નવો ભારતીય રેકોર્ડ
જો રોહિત શર્મા બીજી વનડેમાં સદી ફટકારશે, તો તે ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરશે.

શાહિદ અફરીદીનો વર્લ્ડ રેકોર્ડ નિશાને
વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ હાલ શાહિદ અફરીદીના નામે છે.અફરીદીએ કિવી ટીમ સામે 50 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 49 છગ્ગા ફટકાર્યા છે. અથવા કહીએ તો, માત્ર 2 છગ્ગા મારતા જ રોહિત શર્મા નવો ઇતિહાસ રચી દેશે.

મેચ ક્યારે અને ક્યાં?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ 14 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ શ્રેણી પર કબજો જમાવવાની તૈયારીમાં જૂટેલી છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly