IND vs NZ ODI: BCCIનો મોટો નિર્ણય: વૉશિંગ્ટન સુંદરની જગ્યાએ આયુષ બડોનીને પ્રથમ વખત તક

Lok Patrika
By Lok Patrika

IND vs NZ ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI વનડે સિરીઝ દરમિયાન ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થતાં સિરીઝમાંથી બહાર થયા છે. તેમની જગ્યાએ દિલ્હીના 26 વર્ષીય આયુષ બદોનીને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આયુષ બદોની બીજી વનડે પહેલા ટીમ સાથે જોડાશે આયુષ બદોની રાજકોટમાં રમાનારી બીજી વનડે પહેલા ભારતીય સ્ક્વોડ સાથે જોડાશે. IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂકેલા બદોની માટે આ મોટી સુવર્ણ તક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને સાબિત કરવાની તેમને હવે સુવર્ણ તક મળશે.

BCCI નું સત્તાવાર એલાન
BCCIએ સત્તાવાર રીતે જાણકારી આપી છે કે, વૉશિંગ્ટન સુંદર હવે બાકી બે વનડે મેચ રમશે નહીં રિબ ઈજાના કારણે તેમને આરામ આપવામાં આવ્યો છે આયુષ બદોનીને તેમનો રિપ્લેસમેન્ટ બનાવવામાં આવ્યો છે. બડોની રાજકોટમાં રમાનારી મેચ પહેલા ટીમ સાથે જોડાશે.

કેવી રીતે ઈજાગ્રસ્ત થયા વૉશિંગ્ટન સુંદર?
વડોદરામાં રમાયેલી પહેલી વનડે દરમિયાન સુંદર બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ડાબી બાજુની રિબમાં દુખાવો થતો હતો .5 ઓવર બાદ તેઓ મેદાન છોડીને બહાર ગયા વિરાટ કોહલી આઉટ થયા બાદ સુંદર નંબર-8 પર બેટિંગ કરવા આવ્યા. તેણે 7 બોલમાં 7 રન બનાવ્યા, પરંતુ અસ્વસ્થ દેખાયા. સ્કેન બાદ સ્પષ્ટ થયું કે તેઓ સિરીઝમાંથી બહાર રહેશે.


કોણ છે આયુષ બદોની?
આયુષ બદોની દિલ્હીના રાઈટ હેન્ડ આક્રમક બેટ્સમેન છે. તેઓ આક્રમક સ્પિન બોલિંગ પણ કરી શકે છે. બદોની સોનેટ ક્રિકેટ ક્લબમાંથી તૈયાર થયા છે. જે ક્લબમાંથી શિખર ધવન અને ઋષભ પંત જેવા ખેલાડીઓ પણ નીકળ્યા છે.


અન્ડર-19માં દમદાર પ્રદર્શન
અન્ડર-19 દિવસોમાં રાહુલ દ્રવિડે આયુષની પ્રતિભા ઓળખી હતી. શ્રીલંકા અન્ડર-19 સામે તેણે નંબર-7 પર બેટિંગ કરતાં 185 રન બનાવ્યા હતા, સાથે સાથે 4 વિકેટ પણ ઝડપી હતી.

IPLએ બદલી કારકિર્દી
આયુષ બદોની બે વર્ષ સુધી IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા હતા. 2022માં લખનઉ સુપર જાયન્ટ્સે તેમને તક આપી. ડેબ્યૂ મેચમાં તેમણે 41 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી. આ પ્રદર્શન બાદ કે.એલ. રાહુલે તેમને ‘બેબી એબી’ ઉપનામ આપ્યું.
આયુષ બડોનીનો ક્રિકેટ રેકોર્ડ

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ
મેચ: 21
રન: 1681
વિકેટ: 22

લિસ્ટ-એ ક્રિકેટ
મેચ: 27
રન: 693
વિકેટ: 18

T20 ક્રિકેટ
મેચ: 96
રન: 1788
વિકેટ: 17

[ruby_related total=5 layout=5]

TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly