IND vs PAK Match Ticket Price: ICC T 20 શૃંખલામાં ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ હવે આસમાને તો છે, પણ આ સાથે ચાહકોના ખિસ્સા પર તેની ભારે અસર પડી રહી છે. કોલંબોમાં યોજાનારા આ હાઈ-વોલ્ટેજ મુકાબલા માટે ફ્લાઈટ અને હોટલના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે.

ક્રિકેટ ક્રેઝ: ફ્લાઈટ ટિકિટ ₹1.45 લાખને પાર
15 ફેબ્રુઆરીએ યોજાનારા ભારત-પાકિસ્તાન જંગને જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ છે. આ મેચ માટે દિલ્હી અને મુંબઈથી કોલંબો જતી ફ્લાઈટના ભાડા રોકેટની ગતિએ વધ્યા છે. સામાન્ય રીતે જે ટિકિટ ₹30,000માં મળતી હતી, તેનો ભાવ હવે ₹1.45 લાખ સુધી પહોંચી ગયો છે. એર ઈન્ડિયા જેવી મોટી એરલાઈન્સની નોન-સ્ટોપ ફ્લાઈટના ભાવ પણ આસમાને છે.

હોટલ ભાડામાં પણ તોતિંગ વધારો
માત્ર મુસાફરી જ નહીં, પણ કોલંબોમાં રોકાવું પણ હવે ઘણું મોંઘું બન્યું છે. લક્ઝરી હોટલોમાં એક રાતનું ભાડું ₹1.14 લાખ સુધી વસૂલવામાં આવી રહ્યું છે. જે હોટલોના રેટ સામાન્ય દિવસોમાં ₹40,000 આસપાસ હોય છે, ત્યાં હવે ત્રણ ગણો વધારો થયો છે. જોકે, બજેટ મુસાફરો માટે નાના ગેસ્ટ હાઉસમાં હજુ પણ ₹2,000 થી ₹3,000 માં રૂમ ઉપલબ્ધ છે.

કેમ વધ્યા અચાનક ભાવ?
આપણને જણાવી દઈએ કે, આ મેચ પર પહેલા સંકટના વાદળો છવાયેલા હતા. પાકિસ્તાને પહેલા આ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ICC ના હસ્તક્ષેપ બાદ તેઓ રમવા તૈયાર થયા છે. પાકિસ્તાન સરકારની મંજૂરી મળતા જ બુકિંગમાં અચાનક ઉછાળો આવ્યો છે, જેના કારણે માંગ વધતા ભાવમાં આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.