ભારતીય મહિલા ટીમનો વિજયધ્વજ: શ્રીલંકાને ધૂળ ચટાડી સીરીઝમાં 1-0ની લીડ મેળવી

Lok Patrika
By Lok Patrika

Women Indian Team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમમાં પોતાનો દબદબો જાળવી રાખતા શ્રીલંકાને પરાજય આપી પ્રથમ ટી20 મેચ જીતી લીધી છે. ભારતની સિંહણોએ શાનદાર પ્રદર્શન કરતા ૧૨૨ રનનો પીછો કર્યો અને જેમિમાની ફિફ્ટીની મદદથી ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ભારતે શ્રીલંકા સામે સીરીઝમાં શાનદાર લડત આપીને વિજયી આગેકૂચ કરી છે.

વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું છે. આ મુકાબલામાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ સામે 122 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતીય મહિલા ટીમે આ લક્ષ્યાંકને 14.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. પાંચ મેચોની આ શ્રેણીમાં હવે ટીમ ઈન્ડિયા 1-0થી લીડ મેળવી ચૂકી છે.

શ્રીલંકાની મહિલા ટીમના બેટ્સમેનો રન બનાવવામાં રહ્યા નિષ્ફળ
ભારત સામેની પ્રથમ ટી20 મેચમાં શ્રીલંકા તરફથી ચમારી અટાપટ્ટુ અને વિષ્મી ગુણારત્નેએ ઇનિંગની શરૂઆત કરી હતી. ભારતને પ્રથમ સફળતા ક્રાંતિ ગૌરે અપાવી હતી, જેણે શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુને બોલ્ડ કરી હતી. ચમારી 12 બોલમાં 15 રન બનાવી આઉટ થઈ હતી. આ મેચમાં શ્રીલંકાના બેટ્સમેનોએ ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. દીપ્તિ શર્માએ હસિની પરેરાને આઉટ કરીને શ્રીલંકન ટીમને બીજો ઝટકો આપ્યો હતો. હસિની 23 બોલમાં બે ચોગ્ગાની મદદથી 20 રન બનાવી આઉટ થઈ હતી. બે વિકેટ પડ્યા બાદ હર્ષિતા સારી બેટિંગ કરી રહી હતી, પરંતુ શ્રી ચરણીએ હર્ષિતાને બોલ્ડ કરી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હર્ષિતા 23 બોલમાં બે ચોગ્ગાની મદદથી 21 રન બનાવી આઉટ થઈ હતી. વિષ્મીએ 43 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા અને તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહી હતી. ભારત તરફથી ક્રાંતિ ગૌર, દીપ્તિ શર્મા અને શ્રી ચરણીએ એક-એક વિકેટ લીધી હતી.

જેમિમા રોડ્રિગ્સે રમી મેચ વિનિંગ ઇનિંગ
લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત સારી રહી નહોતી. ભારતને શેફાલી વર્માના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. શેફાલી 9 રન બનાવીને કાવ્યા કવિન્દીના બોલ પર આઉટ થઈ હતી. જોકે, ત્યારબાદ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. ઇનોકાએ મંધાનાને આઉટ કરી હતી, જે 25 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 25 રન બનાવી આઉટ થઈ હતી. તેની અને જેમિમા વચ્ચે બીજી વિકેટ માટે થયેલી 54 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. અહીંથી હરમનપ્રીત કૌરે જેમિમાનો સાથ આપ્યો હતો. બંને બેટ્સમેનો ભારતને જીત અપાવીને જ પરત ફર્યા હતા. જેમિમાએ 44 બોલમાં અણનમ 69 રન બનાવ્યા હતા, જ્યારે હરમનપ્રીત કૌરે અણનમ 15 રન બનાવ્યા હતા.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly