Viral Moment of Rohit Sharma: સોશિયલ મીડિયા પર હાલમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ICC ચેરમેન જય શાહનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. મુંબઈમાં આયોજિત ‘યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ’ ઇવેન્ટમાં જય શાહે રોહિત શર્મા માટે એવા શબ્દો વાપર્યા કે ‘હિટમેન’ હસી પડ્યો હતો. આ ખાસ ક્ષણે રોહિતની બાજુમાં બેઠેલા બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનું રિએક્શન પણ જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

જય શાહે રોહિતને કેમ કહ્યુ – ‘હું તો કેપ્ટન જ બોલીશ’?
મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી સંબોધન કરતા જય શાહે રોહિત શર્મા તરફ ઈશારો કરીને કહ્યું, “અમારા કેપ્ટન અહીં બેઠા છે. હું તો તમને કેપ્ટન જ કહીશ, કારણ કે તમે ભારતને 2-2 ICC ટ્રોફી જીતાડી છે.” જય શાહે વધુમાં ઉમેર્યું કે, “2023ના વર્લ્ડ કપમાં આપણે સતત 10 મેચ જીતીને ટ્રોફી નહીં પણ દિલ જીત્યા હતા.મેં રાજકોટમાં વચન આપ્યું હતું કે આ વખતે આપણે કપ પણ જીતીશું અને દિલ પણ. રોહિતે એ કરી બતાવ્યું છે.”
શાહરૂખ ખાનનું રિએક્શન અને વાયરલ મોમેન્ટ
જ્યારે જય શાહ રોહિતના વખાણ કરી રહ્યા હતા, ત્યારે રોહિત શર્માના ચહેરા પર એક મોટી મુસ્કાન આવી ગઈ હતી. તેની બાજુમાં બેઠેલી પત્ની રિતિકા પણ આ સાંભળીને ખુશ થઈ ગઈ હતી.
ICC Chairman Jay Shah said
Our captain Rohit Sharma is sitting here, and I will call him Captain because he has won two trophies for India. 🔥
In 2023, we won 10 matches in a row and won everyone’s hearts, but we couldn’t win the trophy. After that, I said in Rajkot that this… pic.twitter.com/kXHPNyXaOF
— Anant (@ImAnant_45) January 9, 2026
જોકે, સૌથી વધુ ચર્ચા શાહરૂખ ખાનના રિએક્શનની થઈ રહી છે. કિંગ ખાને ખૂબ જ પ્રેમ અને આદર સાથે રોહિત શર્મા તરફ જોયું અને તાળીઓ પાડી તેને વધાવી લીધો હતો. આ વીડિયો હવે ક્રિકેટ અને બોલિવૂડ ફેન્સમાં ખૂબ શેર થઈ રહ્યો છે.
કેમ ભાવુક હતી આ ક્ષણ?
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન નથી. તેની કપ્તાનીમાં ભારતે 2024નો T20 વર્લ્ડ કપ અને ત્યારબાદ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હવે ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે અને રોહિત 11 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં ગિલની કેપ્ટન્સી હેઠળ રમશે. આ સ્થિતિમાં જય શાહનું તેને ‘કેપ્ટન’ તરીકે સંબોધવું એ રોહિતના શાનદાર કપ્તાની ગાળાને અપાયેલું મોટું સન્માન માનવામાં આવે છે.
રોહિત શર્માનો શાનદાર કપ્તાની રેકોર્ડ
રોહિત શર્માએ ભારતને બે મોટી ICC ટ્રોફી જીતાડી છે:
- 2024 T20 વર્લ્ડ કપ: દક્ષિણ આફ્રિકાને હરાવી ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું.
- 2025 ચેમ્પિયન્સ ટ્રોફી: ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી ભારતના નામે કરી.
- આ સિવાય રોહિતની કપ્તાનીમાં ભારતે 2018 અને 2023માં એશિયા કપ પણ જીત્યો છે. તેના નામે 56 વનડેમાંથી 42 જીતનો અદભૂત રેકોર્ડ છે.