Virat Kohli BrokenRecords: ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં ઇતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 25 રન બનાવતાની સાથે જ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28000 રન પૂરા કર્યા છે. આ માઈલસ્ટોન સુધી પહોંચનાર તે વિશ્વનો ત્રીજો અને ભારતનો બીજો ખેલાડી બન્યો છે. ખાસ વાત એ છે કે, કોહલીએ તેના ગુરુ સચિન તેંડુલકર કરતા પણ ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને તેમનો વર્ષો જૂનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે.
Virat Kohli breaking records like daily ritual🔥
Completed his7️⃣7️⃣ODI half century in just 44 balls…#INDvNZ #ViratKohli #ViratKohli𓃵 #KingKohli #10CrkaKohli #INDvsNZ #HalfCentury #FiftyUp #77thFifty #VintageKohli #TeamIndia #Cricket #NZvIND pic.twitter.com/mDgd8bJYBq
— Suchandra (@snvvs369) January 11, 2026
સચિન અને સંગાકારાને પછાડ્યા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારા જ 28000 રનનો આંકડો પાર કરી શક્યા હતા. જોકે, વિરાટ કોહલીએ આ બંને દિગ્ગજો કરતા ઘણી ઝડપી ઇનિંગ્સ રમીને આ પરાક્રમ કર્યું છે. આ સાથે જ કોહલીએ કુમાર સંગાકારાના કુલ 28016 રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે અને હવે તે વિશ્વમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયો છે.
કુમાર સંગાકારાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 28016 રન છે. વિરાટ કોહલીએ આ આંકડો વાસ્તવમાં સપ્ટેમ્બર 2024 માં કાનપુર ટેસ્ટ દરમિયાન પાર કરી લીધો હતો. હાલમાં તે સચિન તેંડુલકર પછી વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ખેલાડી બન્યા છે.