T 20 World Cup: T20 વર્લ્ડ કપ 2026 હવે નજીક છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે એક ચિંતા વધારી દેતી ખબર સામે આવી છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની ઈજા ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની ગઈ છે.
ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ દરમિયાન વોશિંગ્ટન સુંદરને ડાબી બાજુની પાંસરીની નીચે ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તેઓ પાંચ મેચની T20 સીરિઝથી બહાર રહ્યા છે અને હવે વર્લ્ડ કપમાંથી પણ બહાર થવાની શક્યતા છે.
જો વોશિંગ્ટન સુંદર ટીમમાં ઉપલબ્ધ ન રહે, તો તેની અવેજીમાં ચાર ખેલાડીઓના નામ ચર્ચામાં છે.

સંભવિત વિકલ્પો:
રિયાન પરાગ: બેટિંગ અને બોલિંગ બંનેમાં અસરકારક, મજબૂત દાવેદાર
નિતીશ રેડ્ડી: ઓલરાઉન્ડ ક્ષમતાને કારણે પસંદગીમાં આગળ
શ્રેયસ અય્યર: શાનદાર બેટિંગ ફોર્મ, પરંતુ બોલિંગનો અભાવ
શાહબાઝ અહમદ: વિકલ્પ તરીકે ચર્ચામાં, પરંતુ દાવો નબળો
અર્થાત વોશિંગ્ટન સુંદર જો વર્લ્ડ કપમાંથી બહાર થાય, તો હાલની પરિસ્થિતિમાં રિયાન પરાગનો દાવો સૌથી મજબૂત માનવામાં આવી રહ્યો છે. હવે ટીમ મેનેજમેન્ટનો નિર્ણય મહત્વનો રહેશે.