ICC Decision: T 20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ જગતમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. બાંગ્લાદેશે ભારતમાં યોજાનારા T 20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવાનો સ્પષ્ટ નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા મેચના સ્થળ બદલી આપવાની માંગ ફગાવાતા, બાંગ્લાદેશ સરકારે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી હવે સ્કોટલેન્ડ માટે વર્લ્ડ કપમાં પ્રવેશનો માર્ગ ખુલ્લો થયો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને સરકાર વચ્ચે થયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવાયો. બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે જણાવ્યું કે, “અમે વર્લ્ડ કપ રમવા ઇચ્છીએ છીએ, પરંતુ ભારતમાં નહીં.” તેમનું કહેવું છે કે ICCના કેટલાક નિર્ણયો એકતરફી રહ્યા છે અને બાંગ્લાદેશની ચિંતાઓને ગંભીરતાથી લેવામાં આવી નથી.
BANGLADESH BOYCOTTED THE T20 WORLD CUP🚨
– Bangladesh Govt has announced that the Bangladesh cricket team is boycotting the T20 World Cup 2026 😯
– Now, Scotland 🏴 will replace Bangladesh 🇧🇩 in Group C 👏🏻
– What's your take🤔pic.twitter.com/kbmLUb8rp4
— Richard Kettleborough (@RichKettle07) January 22, 2026
તે પછી ICCએ બાંગ્લાદેશને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું હતું કે ભારત આવીને રમે અથવા ટૂર્નામેન્ટમાંથી બહાર રહે. ICCનું કહેવું છે કે ભારતમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને કોઈ ખતરો નથી. છતાં બાંગ્લાદેશે આ દલીલ સ્વીકારી નથી.

બાંગ્લાદેશને ભારતમાં ચાર મેચ રમવાની હતી, જેમાં ત્રણ કોલકાતા અને એક મુંબઈમાં નક્કી હતી. સુરક્ષા ચિંતાઓ તે સમયે વધતી ગઈ જ્યારે ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાનને IPLમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ ઘટનાને બાંગ્લાદેશે મહત્વપૂર્ણ સંકેત તરીકે જોઈ.
હવે ICC અન્ય ટીમને સ્થાન આપવાની તૈયારીમાં છે અને સ્કોટલેન્ડનું નામ સૌથી આગળ છે. બાંગ્લાદેશનો આ નિર્ણય માત્ર ક્રિકેટ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમતની રાજનીતિ પર પણ મોટી ચર્ચા ઉભી કરી રહ્યો છે. T 20 વર્લ્ડ કપ શરૂ થતા પહેલા જ આ વિવાદે ટૂર્નામેન્ટને ગરમાવી દીધું છે.