ICC T20 વર્લ્ડ કપ 2026 માં સ્કોટલેન્ડને કેમ મળ્યો મોકો? જાણો રિપ્લેસમેન્ટ પાછળનું પૂરું ગણિત

Lok Patrika
By Lok Patrika

ICC T20 World Cup 2026: ICC T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશની ટીમને આખરે હટાવી દેવામાં આવી છે. હવે તેને સ્થાને સ્કોટલેન્ડની ટીમને રમવાની તક મળી છે. ઘણા ક્રિકેટ ચાહકોનાં મનમાં પ્રશ્ન છે કે કેમ બાંગ્લાદેશ બહાર થતા તેની જગ્યાએ સ્કોટલેન્ડને જ તક મળી? જાણો ICC આ બાબતે શું કહે છે?

આ બાબતને લઈને ICCએ આ નિર્ણય પાછળ સ્પષ્ટ ગણિત અને રેકોર્ડને આધાર બતાવ્યો છે. જેને જોતા લાગી રહ્યું છે કે,સ્કોટલેન્ડનું સતત પ્રદર્શન હવે તેની તાકાત બનીને સામે આવ્યું છે.

બીજી કોઈ ટીમ કેમ નહીં?
જવાબ છે સ્કોટલેન્ડનો રેન્કિંગ અને રેકોર્ડ. સ્કોટલેન્ડ હાલ ICC T20 રેન્કિંગમાં 14માં ક્રમે છે. ઘણી ભાગ લેનારી ટીમો કરતાં તેનું સ્થાન સારું છે. નેપાળ, અમેરિકા, કેનેડા અને નામીબિયા તેનાથી નીચે છે.


બીજું એ કે, વર્ષ 2025માં યુરોપિયન ક્વોલિફાયર દરમિયાન સ્કોટલેન્ડ ઇટલી સામે હારી હતી. આ હારને કારણે સીધી એન્ટ્રી મળી નહોતી. પરંતુ ICCએ રિપ્લેસમેન્ટ માટે એ જ ટીમને પસંદ કરી.

જ્યારે 2024ના T20 વર્લ્ડ કપ રમાયો ત્યારે સ્કોટલેન્ડે ચોખ્ખું પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ-બીમાં ટીમ ત્રીજા સ્થાને રહી હતી. અંક ઇંગ્લેન્ડ જેટલાં જ હતા,પણ નેટ રન રેટના કારણે બહાર થવું પડ્યું હતું.

તો આ બાજુ 2022ના વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડે વેસ્ટઇન્ડિઝને હરાવી બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ ગ્રુપમાંથી આગળ વધી શકી નહોતી.

વર્ષ 2021 નાં પ્રદર્શનને જોઈએ તો, તેમાં ટીમે ગ્રુપમાં ટોપ કર્યું હતું. તે જ વર્ષે બાંગ્લાદેશને પણ હરાવ્યું હતું. તાર્જુબની વાત એ છે કે હવે એ જ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડ રમશે.

આ બધું જોતા ICCનું માનવું છે કે સ્કોટલેન્ડ અનુભવ અને ક્ષમતા ધરાવે છે. આ કારણે તેને ન્યાયસંગત તક આપવામાં આવી છે. તેથી આ વખતે T 20 2026 મુકાબલો ગ્રુપ C માટે હવે વધુ રોમાંચક બનશે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly