‘તૂ મેરી મૈં તેરા…’ પાછળ ખર્ચાયા અધધ કરોડ! કાર્તિકની ફી જાણીને આઉટ થઈ જશે હોશ

Lok Patrika
By Lok Patrika

“Me Teri Tu Mera” Film: બોલિવૂડમાં આજે ક્રિસમસના અવસરે કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ તૂ મેરી મૈં તેરા…’ રિલીઝ થઈ ચૂકી છે. પરંતુ ફિલ્મની વાર્તા કરતાં અત્યારે તેના સ્ટારકાસ્ટની ફીના આંકડા વધુ ચર્ચા જગાવી રહ્યા છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ માટે કાર્તિક આર્યને અધધ ફી વસૂલી છે, જ્યારે તેની સરખામણીએ લીડ એક્ટ્રેસ અનન્યા પાંડેને ૧૦ ગણી ઓછી રકમ મળી છે. ચાલો જાણીએ, આ આખા સ્ટારકાસ્ટને આ રોમેન્ટિક ડ્રામા માટે કેટલા કરોડ ચૂકવવામાં આવ્યા છે.

તૂ મેરી મૈં તેરા…માટે કાર્તિકની ફી જાણીને આઉટ થઈ જશે હોશ!
બોલિવૂડના હાર્ટથ્રોબ કાર્તિક આર્યન અને ગ્લેમરસ ગર્લ અનન્યા પાંડે લાંબા સમયથી પોતાની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ને લઈને ગ્લેમર વર્લ્ડમાં છવાયેલા હતા. બીજી તરફ, દોઢ વર્ષના લાંબા ઈન્તજાર બાદ કાર્તિકને ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા માટે તેના ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

આખરે, ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે અને ‘તૂ મેરી મૈં તેરા…’ આજે એટલે કે 25 ડિસેમ્બર 2025ના રોજ ક્રિસમસના ખાસ મોકા પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ તો રિલીઝ થઈ ગઈ, પણ હવે સિનેપ્રેમીઓમાં એ જાણવાની ભારે તાલાવેલી જાગી છે કે આ ફિલ્મ માટે સ્ટારકાસ્ટે કેટલા કરોડનું કલેક્શન (ફી) વસૂલ્યું છે. ખાસ કરીને કાર્તિક અને અનન્યાની ફી વચ્ચેના તફાવતે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડી દીધી છે.

તૂ મેરી મૈં તેરા…’ પાછળ ખર્ચાયા અધધ કરોડ!
બોલિવૂડના કોરિડોરમાં અત્યારે માત્ર આ જ ફિલ્મની ચર્ચા છે, પણ શું તમે જાણો છો કે આ રોમેન્ટિક ડ્રામાને પડદા પર ઉતારવા માટે નિર્માતાઓએ પાણીની જેમ પૈસા વહાવ્યા છે? ‘ફિલ્મીબીટ’ના લેટેસ્ટ અહેવાલમાં જોઈએ તો, કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ સાથે તૈયાર કરવામાં આવી છે! ડાયરેક્ટર સમીર વિદ્વાંસના નિર્દેશનમાં બનેલી આ બિગ બજેટ ફિલ્મ પર મેકર્સે મોટો દાવ ખેલ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 150 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડનો વકરો કરે છે!

ફી મામલે કાર્તિક આર્યને મારી બાજી
બોલિવૂડમાં અત્યારે જો કોઈની ફીની ચર્ચા સૌથી વધુ થતી હોય, તો તે છે ‘ગ્વાલિયર બોય’ કાર્તિક આર્યન. ‘ફિલ્મીબીટ’ના ચોંકાવનારા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે કાર્તિક આર્યને અધધ ૫૦ કરોડ રૂપિયાની ફી વસૂલી છે! આ માતબર રકમ સાથે કાર્તિક આ પ્રોજેક્ટનો સૌથી મોંઘો અને હાઈએસ્ટ પેઈડ એક્ટર બની ગયો છે.૧૫૦ કરોડના કુલ બજેટમાંથી ત્રીજા ભાગની રકમ તો માત્ર કાર્તિકની ફીમાં જ ગઈ છે. ‘ભૂલ ભુલૈયા’ની સુપર સફળતા બાદ કાર્તિકનું માર્કેટ વેલ્યુ આસમાને પહોંચ્યું છે અને આ ફિલ્મની ફી તેનો જીવતો જાગતો પુરાવો છે.

ફીના મામલે અનન્યા પાંડે પાછળ રહી
એક તરફ કાર્તિક આર્યન ૫૦ કરોડની મસમોટી ફી સાથે ‘કિંગ’ બનીને બેઠો છે, ત્યારે બીજી તરફ તેની લીડિંગ લેડી અનન્યા પાંડેની ફીના આંકડા સાંભળીને તમે ચોંકી જશો. રિપોર્ટ્સનું માનીએ તો, આ ફિલ્મ માટે અનન્યા પાંડેને કાર્તિક કરતા ૧૦ ગણી ઓછી ફી મળી છે. જ્યાં કાર્તિકે ૫૦ કરોડ લીધા છે, ત્યાં અનન્યાના ફાળે માત્ર ૫ કરોડ રૂપિયા જ આવ્યા છે.

જેકી દાદાએ પુત્રીના પિતા બનવા માટે વસૂલ્યા આટલા કરોડ!
બોલિવૂડના ‘જગ્ગુ દાદા’ એટલે કે જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં એક મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. જેકી શ્રોફે આ મૂવીમાં અનન્યા પાંડેના પિતાનું પાત્ર ભજવ્યું છે. અહેવાલો મુજબ, આ દમદાર રોલ માટે જેકી શ્રોફને અંદાજે 1.7 કરોડ રૂપિયા ફી તરીકે ચૂકવવામાં આવ્યા છે. ભલે કાર્તિક અને અનન્યા કરતા રકમ ઓછી હોય, પણ જેકી દાદાની હાજરી ફિલ્મના ગ્લેમરમાં ચોક્કસ વધારો કરી રહી છે.

નીના ગુપ્તાનો પણ દબદબો
ફિલ્મમાં માત્ર યુવા સ્ટાર્સ જ નહીં, પણ અનુભવી કલાકારોએ પણ પોતાની છાપ છોડી છે. આ ફિલ્મમાં પીઢ અભિનેત્રી નીના ગુપ્તા પણ એક મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, પોતાના શાનદાર અભિનય માટે નીના ગુપ્તાને 1 કરોડ રૂપિયા ફી તરીકે આપવામાં આવ્યા છે.

ફિલ્મને વધુ મનોરંજક બનાવવા માટે બોલિવૂડના જાણીતા ચહેરા અરુણા ઈરાની અને કોમેડી કિંગ ટીકુ તલસાનિયા પણ મેદાનમાં છે. આ બંને કલાકારો ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી રહ્યા છે.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly