Commidian Kapil Sharma: મનોરંજન જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમેડી કિંગ કપિલ શર્મા, જેઓ હંમેશા પોતાની કોમેડીથી લોકોને હસાવતા હોય છે, તેઓ પોતે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. કપિલ શર્માના નવા સીઝનની શરૂઆત થાય તે પહેલા જ તેમને એક જોરદાર ઝટકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, કપિલ શર્મા ફરી એકવાર કાનૂની વિવાદોમાં ઘેરાયા છે. ભૂતકાળમાં પણ અનેક વિવાદોનો સામનો કરી ચૂકેલા આ કોમેડિયન માટે આ નવો કાનૂની પચડો માથાનો દુખાવો બની શકે છે. શું છે આ આખો મામલો અને કયા કારણોસર કપિલ શર્મા વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની વાત સામે આવી છે? શું આ વિવાદ તેમના નવા શોના પ્રસારણ પર અસર કરશે જેવા અનેક સવાલો ઊભાં થઈ રહ્યા છે.
કોમેડી કિંગ કપિલ શર્મા માટે મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. જે કપિલ શર્મા આખી દુનિયાને હસાવવા માટે જાણીતા છે, તેઓ પોતે અત્યારે કાનૂની મુશ્કેલીઓના કારણે ટેન્શનમાં આવી ગયા છે. નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ ની નવી સીઝન હજુ 20 ડિસેમ્બરે જ શરૂ થઈ છે, અને શો સ્ટ્રીમ થતાની સાથે જ કપિલના ગળે આ નવી કાનૂની આફત વળગી છે. ચાલો જાણીએ, શું છે આ નવો વિવાદ અને કેમ કપિલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાયા છે.
આ વખતે મામલો માત્ર સામાન્ય વિવાદ નથી, પરંતુ બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. કપિલના શોમાં પ્રિયંકા ચોપરા જ્યારે મહેમાન બનીને આવી હતી, ત્યારે શોમાં બોલિવૂડના હિટ ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે મેકર્સે પરવાનગી વગર જ આ ગીતો વગાડ્યા છે. ફોનોગ્રાફિક પરફોર્મન્સ લિમિટેડ (PPL India) એ આ મામલે કોપીરાઈટના ઉલ્લંઘન બદલ કપિલ શર્મા અને શોના પ્રોડ્યુસર્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ત્રણ એપિસોડમાં ફસાયા કોમેડિયન
PPL ઇન્ડિયાએ દાવો કર્યો છે કે, ગીતોનો આ ઉપયોગ કોપીરાઈટ એક્ટ 1957 હેઠળ ‘પબ્લિક પરફોર્મન્સ’ અને ‘કોમ્યુનિકેશન ટુ પબ્લિક’ના દાયરામાં આવે છે. આ માટે ઓરિજિનલ રાઈટ્સ હોલ્ડર પાસેથી લાયસન્સ લેવું અનિવાર્ય છે. પરંતુ, આ કિસ્સામાં ન તો લાયસન્સ માગવામાં આવ્યું હતું અને ન તો આપવામાં આવ્યું હતું. આથી, પ્રોડક્શન કંપનીઓ ‘K9 ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ’ અને ‘બીઈંગયુ સ્ટુડિયોઝ પ્રાઈવેટ લિમિટેડ’ પર કોપીરાઈટ ઉલ્લંઘનનો સીધો આરોપ લગાવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
કપિલ શર્માના જે ત્રણ એપિસોડ પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે, તે ત્રણેય એપિસોડ 21 જૂનથી 20 સપ્ટેમ્બર વચ્ચે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થયા હતા. વિવાદની શરૂઆત એ એપિસોડથી થઈ જેમાં બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર મહેમાન બનીને આવ્યા હતા; આ એપિસોડમાં ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’નું લોકપ્રિય ગીત ‘એમ બોલે તો’ વગાડવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક એપિસોડમાં ફિલ્મ ‘કાંટે’નું ગીત ‘રામા રે‘ અને જ્યારે સુપરસ્ટાર અક્ષય કુમાર શોમાં આવ્યા હતા, ત્યારે તેમની ફિલ્મ ‘દેશી બોયઝ’નું સુપરહિટ ગીત ‘સુબહ હોને ના દે’ વગાડવામાં આવ્યું હતું.
PPL ઇન્ડિયાનો આરોપ છે કે આ ત્રણેય ગીતો વગાડવા માટે જરૂરી લાયસન્સ લેવામાં આવ્યું નહોતું, જે સીધો કોપીરાઈટ કાયદાનો ભંગ છે. હવે આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જેના કારણે કપિલ શર્મા અને શોના મેકર્સની મુશ્કેલીઓ વધી ગઈ છે.