Dhurandhar 2 Teaser Reaction: રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ની સિક્વલને લઈને સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર ચર્ચા જામી છે. ફિલ્મ ‘ધુરંધર 2’ના લેટેસ્ટ ટીઝરે ફેન્સને ચોંકાવી દીધા છે, કારણ કે આ વખતે આદિત્ય ધર બોલિવૂડના દેશી બીટ્સ છોડીને હોલીવુડ લેવલનો ધમાકો કરવા તૈયાર છે.

‘ધુરંધર 2’નું ઇન્ટરનેશનલ કનેક્શન
રણવીર સિંહ અને સંજય દત્ત સ્ટારર ‘ધુરંધર 2’નું ટીઝર રિલીઝ થતા જ સિનેપ્રેમીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જોકે, ઝીણવટભરી નજર રાખનારા ફેન્સે એક ખાસ વાત નોટ કરી છે કે ટીઝરના બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેશનલ મ્યુઝિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેકર્સ દ્વારા આ વખતે અમેરિકન રેપર અને સિંગર ડોજા કેટ (Doja Cat)ના ફેમસ ટ્રેક ‘આહા મેન’ (Aaahh Men)ના સંગીતનો ટચ આપવામાં આવ્યો છે. ‘ધુરંધર’ના પહેલા ભાગમાં 80 અને 90ના દાયકાના ક્લાસિક બોલિવૂડ ગીતોનો ક્રેઝ હતો, પરંતુ પાર્ટ-2માં હવે ગ્લોબલ ઓડિયન્સને ટાર્ગેટ કરવા માટે હોલીવુડની ધૂન સાંભળવા મળશે.

‘ધુરંધર’ ફિલ્મે ખાડી દેશોમાં પ્રતિબંધ હોવા છતાં વિશ્વભરમાં 1300 કરોડથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો. હાલમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ નંબર-1 પર ટ્રેન્ડ કરી રહી છે. આ સફળતાને જોઈને જ મેકર્સ હવે ‘ધુરંધર: ધ રિવિંજ’ સાથે ઇન્ટરનેશનલ લેવલ પર ફિલ્મની ભવ્યતા વધારવા માંગે છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાત થ્રિલર 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’ની સીધી ટક્કર સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સાથે થવાની છે. બે મોટા સુપરસ્ટાર્સના મુકાબલાને કારણે અત્યારથી જ સિનેમા જગતમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શું રણવીર સિંહનો આ ઇન્ટરનેશનલ અંદાજ ‘ટોક્સિક’ને પછાડી શકશે? તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મમાં હમઝા (રણવીર સિંહ)નો નવો લુક અને એક્શન સ્ટાઈલ અત્યારે હાઇપ વધારી રહ્યા છે.