પઠાણ ફિલ્મ એકવાર નહીં હું તો બે વખત જોવા જઈશ… વિવાદ ભડકે બળે છે અને ઋતિક રોશનની નાનકડી હોટ GFએ આપ્યું આવું નિવેદન

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ સતત ચર્ચામાં છે. ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં આવી ગયું છે. દીપિકા પાદુકોણે ગીતમાં પહેરવામાં આવેલી ઓરેન્જ કલરની બિકીની સામે વાંધો ઉઠી રહ્યો છે. આ આઉટફિટથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. જો કે હવે આ વિવાદ વચ્ચે શાહરૂખ-દીપિકાને બોલિવૂડમાંથી સપોર્ટ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા ખાને શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને સપોર્ટ કર્યો છે. સબા આઝાદે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વિશે વાત કરી છે અને એક ખૂબ જ દમદાર કેપ્શન પણ લખ્યું છે. સબા ખાનની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે.

સબા આઝાદે કેપ્શન સાથે લખ્યું છે કે તે બે વાર ફિલ્મ પઠાણ જોવા જશે. હું પઠાણને બે વાર થીયેટરોમાં જોવા જઈશ… સારા કારણોસર.’ ફિલ્મના ગીતે જે રીતે વિવાદ ઉભો કર્યો છે અને તે પછી પણ સબા આઝાદે શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણને સપોર્ટ કર્યો હતો  જેના યુઝર્સ વખાણ કરી રહ્યા છે. શાહરૂખ ખાન આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ સિનેમાઘરોમાં પરત ફરી રહ્યો છે.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાનને પહેલા કરતા વધુ ફિટ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ તેની રિલીઝમાં હજુ થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં ફિલ્મ કેટલી કમાણી કરવામાં સફળ રહે છે તે જોવું રસપ્રદ રહેશે.


Share this Article