Kapil Sharma Show: દુનિયાભરને હસાવતો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ફરી એકવાર ચર્ચામાં છે. અત્યારે તેની ચોથી સીઝન નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે, પણ શું તમે જાણો છો કે તમારી એક સાંજ રંગીન બનાવવા માટે કપિલ શર્મા અને તેની ટીમ કેટલી ફી વસૂલે છે? તાજેતરમાં સામે આવેલા રિપોર્ટ્સ મુજબ, કપિલ અને સુનીલ ગ્રોવરની ફી વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે, જ્યારે કૃષ્ણા અભિષેકની ફી જાણીને તો તમે દંગ રહી જશો! કોણ છે સૌથી મોંઘો કોમેડિયન અને કોને મળે છે કેટલા કરોડ?
દેશનો સૌથી મોંઘો ટીવી હોસ્ટ કપિલ શર્મા
કોમેડીના કિંગ કપિલ શર્માનો જાદુ અત્યારે સાત સમંદર પાર પણ ચાલી રહ્યો છે. નેટફ્લિક્સ પર ચાલી રહેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’ની ચોથી સીઝનમાં પ્રિયંકા ચોપરા, કાર્તિક આર્યન અને અનન્યા પાંડે જેવા મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ આ શોની અસલી જાન તેની કોમેડી ટીમ છે.

રિપોર્ટ્સનું માનીએ તો, કપિલ શર્મા અત્યારે દેશનો સૌથી મોંઘો ટીવી હોસ્ટ બની ગયો છે. કપિલ આ શોના માત્ર એક એપિસોડ માટે અંદાજે 5 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. જી હા, માત્ર એક કલાકના એપિસોડના 5 કરોડ!
“શો” નાં સાથી કલાકારો વચ્ચેની ફી માં કરોડોનો તફાવત
હવે વાત કરીએ લાંબા સમય પછી કપિલ સાથે હાથ મિલાવનાર સુનીલ ગ્રોવરની.


સુનીલની મિમિક્રી અને તેના પાત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, પરંતુ ફીની બાબતમાં તે કપિલથી ઘણો પાછળ છે. સુનીલ ગ્રોવરને એક એપિસોડના 25 લાખ રૂપિયા મળે છે. જ્યારે શોનો બીજો મહત્વનો હિસ્સો એટલે કે કૃષ્ણા અભિષેક, જેમને એક એપિસોડ દીઠ 10 લાખ રૂપિયાની ફી મળે છે. એટલે કે શોના હોસ્ટ કપિલ અને તેના સાથી કલાકારોની ફીમાં કરોડોનો તફાવત છે.
શો દરમિયાન કપિલ ઘણીવાર નેટફ્લિક્સના પ્રેશર પર પણ મજાક કરતો જોવા મળે છે. તાજેતરમાં જ તેણે ઓડિયન્સ સાથે મજાક કરતા કહ્યું હતું કે, ‘માર્કેટમાં નેટફ્લિક્સને હિસાબ આપવો પડે છે, જુઓ હજુ પણ મેસેજ આવી રહ્યા છે.’ ભલે ફીમાં મોટો તફાવત હોય, પણ આ ટીમ જ્યારે સાથે મળે છે ત્યારે હાસ્યનું જે મોજું આવે છે તેની કોઈ કિંમત નથી. 20 ડિસેમ્બરથી શરૂ થયેલી આ સીઝન ગ્લોબલ લેવલ પર ટ્રેન્ડ કરી રહી છે.”