કરણ જોહરના શોમાં મહેમાનોને મળે છે કઈ ભેટ,’ધ કોફી હેમ્પર’માં કયો ખજાનો છુપાયેલો, શું ગીફ્ટસ કિંમતી હોય છે આવો જોઈએ

Desk Editor
By Desk Editor
Share this Article

The Koffee Hamper:કરણ જોહરનો ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’ દર્શકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.લોકોને શો ઘણો પસંદ આવે છે.ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘કોફી વિથ કરણ’ની 8મી સીઝન સ્ટ્રીમ કરવામાં આવી હતી.આ સમય દરમિયાન સેલેબ્સ સાથેના રેપિડ ફાયર રાઉન્ડથી લઈને ‘ધ કોફી હેમ્પર’ સુધીમાં લોકોને ઘણો રસ પડ્યો. પણ લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ થતો હશે કે ‘ધ કોફી હેમ્પર’માં શું છે.

‘કોફી વિથ કરણ’ની 8મી સીઝન પૂરી થઈ ગઈ છે અને હવે કરણ જોહરે ‘ધ કોફી હેમ્પર’માં મહેમાનોને આપેલી ભેટની ઝલક બતાવી છે.પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને હૅમ્પરની ઝલક બતાવી છે.ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 10 મિનિટ 15 સેકન્ડનો વિડિયો શેર કરતી વખતે કરણે ‘ધ કોફી હેમ્પર’ માં પેક કરેલી ભેટોની ઝલક બતાવી છે અને સાથે તેની વિશેષતાઓ પણ સમજાવી છે.

વીડિયોમાં કરણ જોહર ‘ધ ‘કોફી વિથ કરણ’ના સેટ પર બેઠેલો જોવા મળે છે.આ દરમિયાન તે એક પછી એક બધી ભેટો બતાવે છે.હેમ્પરમાં બ્રાન્ડેડ જ્વેલરી, કેમેરા,મોબાઈલ ફોન અને વાયરલેસ બ્લૂટૂથ સ્પીકર,મસાજ ગન,પરફ્યુમ અને ચીઝ નાઈફ સેટનો સમાવેશ થાય છે.આ સિવાય લક્ઝરી હની,બદામ બોડી શાવર જેલ અને પ્રીમિયમ ટી લક્ઝરી અને ચોકલેટ જેવી બ્યુટી પ્રોડક્ટ્ પણ સામેલ છે.

પદ્મ પુરસ્કારોને લઈ સરકારે કરી જાહેરાત, 6 ગુજરાતીઓને મળશે પદ્મ સન્માન, ગુજરાતના ડૉ. તેજસ પટેલને પદ્મભૂષણ, જુઓ લિસ્ટ

Breaking News: મમતા-ભગવંત માન બાદ નીતિશ કુમારની પણ કોંગ્રેસ પર નજર, નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા, જાણો કારણ

આજે જ લાભ લઈ લો… સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ છે?

‘ધ કોફી હેમ્પર’નો વિડિયો શેર કરતી વખતે કરણ જોહરે કેપ્શનમાં લખ્યું શો પર અવારનવાર આવતા મહેમાન બીજું કોઈ નહીં પણ કોફી હેમ્પર છે!કોફી વિથ કરણ સીઝન 8 -બધા એપિસોડ્સ હવે ડિઝની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યાં છે!જો કે કોફી વીથ કરણ ટોપ ગોસિપ શો તરીકે પણ ઓળખાય છે આ વખતની 8મી સિઝનમાં પણ દીપિકા પદુકોણ અને રણવીર સિંહનો એપિસોડ હોય કે આલિયા કરીનાનો લોકોને એમાં પણ ધણી ચટપટી વાતો જાણવા મળી.


Share this Article