‘O Romeo’ Faces Legal Trouble: શાહિદ કપૂરની આવનારી ફિલ્મ ‘ઓ રોમિયો’ રિલીઝ પહેલાં જ મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની કહાની મુંબઈના ગેંગસ્ટર હુસેન શેખ ઉર્ફે ઉસ્તારાની જિંદગી પરથી પ્રેરિત હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મુદ્દે ઉસ્તારાના પરિવારએ ફિલ્મ સામે વાંધો ઉઠાવી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
ધમકીના આરોપો પર દીકરીની સ્પષ્ટતા
ઉસ્તારાની દીકરી સનોબર શેખે જણાવ્યું કે,ફિલ્મના મેકર્સને તેમના પરિવાર તરફથી કોઈ ધમકી આપવામાં આવી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના પરિવારે કાયદાકીય રસ્તો પસંદ કર્યો છે અને ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેનાથી તેઓ આશ્ચર્યમાં છે.

પરવાનગી વિના બનાવાઈ ફિલ્મ?
સનોબરે કહ્યું કે ફિલ્મ બનાવનારોએ તેમના પિતાની જિંદગી પરથી ફિલ્મ બનાવવા માટે ક્યારેય પરિવારની મંજૂરી લીધી નથી. ફિલ્મ અંગેની ખબર બહાર આવ્યા બાદ પરિવારને સતત મેસેજ અને સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેઓ માનસિક તણાવમાં છે.
રોમેન્ટિક એંગલ પર કડક વાંધો
સનોબરે એ પણ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ફિલ્મમાં ઉસ્તારા અને સપના દીદી વચ્ચે રોમેન્ટિક સંબંધ બતાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સપના દીદી તેમના પિતા માટે બહેન જેવી હતી અને આવો સંબંધ બતાવવો સંપૂર્ણ ખોટું છે.
રિલીઝ પહેલાં ફિલ્મ બતાવવાની માંગ
પરિવારે માંગ કરી છે કે ફિલ્મ રિલીઝ પહેલાં તેમને દેખાડવામાં આવે, જેથી તે વાસ્તવિકતા પરથી કેટલી દૂર છે તે જાણી શકાય. સનોબરે કહ્યું કે તેઓ આ કેસ અંત સુધી લડવા તૈયાર છે.
ક્યારે થશે રિલીઝ?
‘ઓ રોમિયો’ ફિલ્મની રિલીઝ તારીખ 13 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.