વડોદરામાં પ્રથમ વખત યોજાઈ શ્વાન માટે અનોખી દિપાવલી, શહેરના અનેક પેટ પેરેન્ટ ઉત્સવમાં જોડાયા

Lok Patrika
By Lok Patrika
PAW Utsav

હવે દિવાળીનો તહેવાર એકદમ નજીક છે. લોકો જોરોશોરોથી દિવાળીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં એવું લખાયું છે કે “નથી જગવિસ્તારે એક જ માનવી, પશુ છે પંખી છે વનોની છે વનસ્પતિ” એટલે કે આ પૃથ્વી માત્ર માણસની નથી પશુ પંખી તેમજ વનસ્પતિ પણ સૃષ્ટિમાં વસવાટ કરે છે. માણસે આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. આજ વાતને સાર્થક કરવા માટે PAW-ઉત્સવ દ્વારા વડોદરામાં VFF મલ્ટિપલ પાર્ક ખાતે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેનું નામ આપવામાં આવ્યું હતું PAWવાલી દિવાળી. એટલે કે શ્વાનની દિવાળી.

PAW Utsav

આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અનેક પેટ પેરેન્ટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. સમગ્ર ઇવેન્ટ ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવી હતી. જેથી કરીને વધારે લોકો આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે અને પશુઓ પ્રત્યે તેમજ અબોલ જીવો પ્રત્યે અન્યાય થતો બચાવી શકાય. આ સમગ્ર કાર્યક્રમ અનેક રીતે અલગ હતો.

PAW Utsav

પ્રથમ વાર વડોદરામાં શ્વાનને લઈને આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શ્વાનના જાણીતા ડોક્ટર પણ આ કાર્યક્રમમાં હાજર રહીને લોકોને દિવાળી નિમિત્તે તેમજ અન્ય તહેવારમાં પણ શ્વાનને થતા નુકસાનથી બચાવવા માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા હતા. આ સાથે જ શ્વાનને લગતી અલગ અલગ રમતો પણ રમાડવામાં આવી હતી. પેરેન્ટ્સની સાથે સાથે શ્વાન પણ સમગ્ર કાર્યક્રમમાં ખુશખુશાલ થઈ ગયા હતા.

PAW Utsav

PAW-ઉત્સવ અવાર-નવાર આવા સેવાકીય કાર્યક્રમો કરતું રહે છે. સુરતમાં પણ ખુબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં તેઓ અમદાવાદ અને પુણે ખાતે પણ ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. વડોદરા ખાતેના કાર્યક્રમમાં પણ નિશુલ્ક પણે પેટ પેરેન્ટ્સને બોલાવી આવી અનોખી ઇવેન્ટ કરી ભાગ લેનાર દરેક લોકોને ગિફ્ટ આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

[ruby_related total=5 layout=5]

TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly