ગુજરાતમાં AAPની સરકાર બની તો ઘરે ઘરે દારૂડિયા હશે એ વાત નક્કી! આવું અમે નહીં આમ આદમી પાર્ટી ખુદ કહી રહી છે!

Lok Patrika
By Lok Patrika
Share this Article

આમ આદમી પાર્ટીના ગીર સોમનાથના ઉમેદવાર જગમલ વાળાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં તેઓ એક જાહેર સભામાં હાજર લોકોને કહી રહ્યાં છે કે દારૂ પીવો એ કાંઈ ગુનો નથી અને દારૂ આપણને પી જાય તે પહેલા દારુ પીને દારૂને આપણે ખતમ કરી નાખીએ. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોને કારણે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનમાં હડકંપ મચી ગયો છે. દારૂબંધી મામલે અન્ય રાજકીય પક્ષો પર આક્ષેપ કરનારા આપના નેતા જ પોતાની જાહેર સભામાં દારૂબંધીવાળા રાજ્યમાં લોકોને દારૂ પીવાની સલાહ આપતા વીડિયોથી ખૂબ હોબાળો મચ્યો છે.

આમ આદમી પાર્ટીની ગુજરાતની નેતાગીરીના વધુ એક નેતાની જીભ લપસી ગઇ છે. એક વીડિયોમાં આ નેતા લોકોને દારૂ પીવાની સલાહ આપતા જોવા મળે છે. નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્ય સરકારના દાવા અનુસાર ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ પણ થાય છે. ગોપાલ ઈટાલિયા પછી હવે આમ આદમી પાર્ટી ગુજરાતના અન્ય એક નેતા જગમલ વાળા વિવાદમાં સપડાયા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો આ વીડિયોને કારણે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરી અને ગુજરાત સંગઠનના નેતાઓ કફોડી હાલતમાં મુકાઇ ગયા છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે આમ આદમી પાર્ટીના ગુજરાતના ગીર સોમનાથના ઉમેદવાર જગમલ વાળા પોતાની એક પ્રચાર સભામાં ઉપસ્થિત લોકોને કહી રહ્યાં છે કે કોઇએ પણ પોતાની ક્ષમતા કરતા વધારે પ્રમાણમાં દારૂ પીવો જોઇએ. દારૂ આપણને પી જાય એ પહેલા આપણે જ દારૂ પી પીને દારૂને ખતમ કરી નાખીએ. વીડિયોમાં જગમલ વાળા એમ પણ કહેતા જોવા અને સાંભળવા મળે છે કે કેટલાક તબીબો અને અધિકારીઓ પણ દારૂનું સેવન કરે છે.

દારૂ પીવા માટે દારૂબંધીવાળા રાજ્યમાં આપના નેતાએ ગપગોળા ચલાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતની વસતી 130 કરોડ છે અને કોઇપણ આખા દેશમાં દારૂનું સેવન કરી શકે છે પરંતુ ગુજરાત કે જ્યાંની વસતી 6.5 કરોડ છે ત્યાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. તેનાથી સાબીત થાય છે કે દારૂ ખરાબ નથી પરંતુ દારૂ જ્યારે આપણને પી જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly