અમદાવાદની સાબરમતી નદીમાં પાણીનું સ્તર અને ક્રૂઝ સેવાને લઇ વિવાદ યથાવત્ છે. ત્યારે એલિસબ્રિજના ભાજપ ધારાસભ્ય અમિત શાહે કમિશનરને પત્ર લખી સાબરમતી રિવરફ્રન્ટ લેવલ 128 ફૂટ રાખવાની માંગણી કરી છે. ત્યારે બીજી તરફ જી-20 માટે આવેલા વિદેશ મહેમાનો ક્રૂઝનો આનંદ માણી શકે તે માટે સાબરમતી લેવલ 134.6 ફૂટ રાખવા એએમસી દ્વારા સિંચાઇ વિભાગને સૂચના આપી હોવાનો કાગળ સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સાબરમતીનું સ્તર વધારવાનો અધિકૃત મેઈલ રજૂ કરી વધુ એક ખળભળાટ મચાવી દીધો છે. મેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મનપા કંટ્રોલરૂમે સિંચાઈ વિભાગને લેવલ 134.5 ફૂટ રાખવા સૂચના આપી હતી.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યુ હતુ કે, ક્રૂઝ સંચાલકને ફાયદો કરાવવાના હેતુએ 75 લાખ અમદાવાદીઓને બાનમાં લેવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટમાં ક્રૂઝ ચલાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીનું લેવલ વધારી રાખ્યું હતું. કોર્પોરેશનના શાસકોએ 75 લાખ શહેરી નાગરિકોની ચિંતા કરવાને બદલે ખાનગી ક્રૂઝ સંચાલકની સુવિધા અને સગવડતાની ચિંતા કરી હતી.

વધુમાં મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, ‘હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી હોવા છતાં માત્રને માત્ર ખાનગી ક્રૂઝ સંચાલકના ફાયદા માટે ભાજપશાસિત કોર્પોરેશનના સત્તાધીશોએ જ સત્તાવાર રીતે ઈ-મેઈલ કરીને 134.5 ફૂટની સપાટી જાળવી રાખવા માંગણી કરી હતી. ચોમાસામાં ભારે વરસાદની આગાહી હોવાથી સામાન્ય રીતે સાબરમતીની સપાટી 128 ફૂટની આસપાસ રાખવામાં આવતી હોય છે. ત્યારે શુક્રવારે 1 ઈંચ વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. શહેરના સી.જી. રોડ તેમજ મધ્ય ઝોનના પાંચકૂવા, કાલુપુર, શાહપુર, રિલીફ રોડ, ગાયકવાડ હવેલી, જમાલપુર, વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત
200થી વધુ વિસ્તારોમાં રોડ-રસ્તામાં મોટાપાયે ખાડા, મોનસૂન પ્લાનના કરોડો રૂપિયા ફરી એક વખત પાણીમાં ગયા છે. શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે કુલ 100થી વધુ ભૂવા પડ્યા છે. દર વર્ષે પડી રહેલા ભૂવા, ધોવાતા રસ્તા માટે ભાજપાના ભ્રષ્ટ શાસકોની જવાબદારી કેમ નક્કી થતી નથી? ભાજપાના ભ્રષ્ટ શાસકોના કારણે હેરીટેજ સિટી – સ્માર્ટ સિટી અમદાવાદની ઓળખને મોટું નુકસાન થાય તે રીતે ભૂવા નગરી-ખાડા બાદ અમદાવાદ બની ગયું છે. ઠેર-ઠેર પાણી ભરાતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્રણથી ચાર કલાક વાહનચાલકો – શહેરી નાગરિકો અટવાયા હતા. નિર્ધારીત કરતા વધુ પાણીનો ભરાવો થતા સત્તાધીશોના વાંકે લાખો નિર્દોષ નાગરિકો પાણીમાં ફસાયા હતા.