અ.ભા.વિ.પ‌ ના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમૃત મહોત્સવનુ શાનદાર આયોજન, કર્ણાવતી મહાનગરમાં કાર્યકર્તાઓનો જુસ્સો દેખાયો

Lok Patrika
By Lok Patrika

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,‌ ગુજરાત પ્રદેશ દ્ધારા અમૃત મહોત્સવ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ નુ આયોજન ABVP ના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહ મા મુખ્ય અતિથિ તરીકે શ્રી અતુલ ભાઈ કોઠારી (રાષ્ટ્રીય સચિવ , શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને અ.ભા.વિ.પ ના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી) અને આશિષજી ચૌહાણ ( અ.ભા.વિ.પ રાષ્ટ્રીય સંગઠન મંત્રી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ક્ષેત્રિય સંધચાલક ડૉ. જયંતી ભાઈ ભાડેસીયા, ઈફ્કો ના ચેરમેન દિલિપ ભાઈ સંઘાણી, નિવૃત શાસનાધિકારી અશ્વિન ભાઈ ત્રિવેદી, અ.ભા.વિ.પ ના ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ લક્ષ્મણ ભાઈ ભુતડિયા અને અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અમૃત મહોત્સવ ના કાર્યક્રમ મા વિધાર્થી પરિષદ ના પૂર્વ કાર્યકર્તાઓએ પ્રાણ પુરવાનુ કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મા વિધાર્થી પરિષદ મા પ્રતિનિધિત્વ કરેલ અને જે તે સમય દરમ્યાન તમામ કાર્યકર્તાઓનુ મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું.

તમામ પૂર્વ કાર્યકર્તાઓ એકબીજા ને યાદો તાજા કરી. અને પોતાના અનુભવો ની રસપ્રદ ચર્ચા થકી સમારોહ મા ઉત્સાહભેર સહભાગી થયા. આ સમારોહ મા વિશિષ્ટ અતિથી ના ભાષણ પણ રાખવામાં આવ્યા હતા. જેમા મુખ્ય અતિથિ શ્રી અતુલ એ પોતાના વક્તવ્યમાં છે કે, “વિદ્યાર્થી પરિષદ ની અનેક વિશેષતાઓ માં એક વિશેષતા એ છે કે , વિદ્યાર્થીઓનું સંગઠન પણ એની ઓળખ આચાર્યો છે. જેમણે એવા ગુણવાન લોકો નુ નિર્માણ કર્યું, જેઓ આજે સમાજ ના વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણ હોય , વ્યાપાર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય પોતાની આગમી કાર્ય પદ્ધતિ થી પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

ત્યાર બાદ અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી આશિષ ચૌહાણજી એ પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે,” આજે સંપૂર્ણ કાર્યપદ્ધતિ અનુસરવાનો આગ્રહ રાખવામાં ગુજરાત પ્રથમ પંક્તિમા છે. એજ પધ્ધતિના આગ્રહી લોકો આજે અલગ-અલગ ક્ષેત્રો માં પણ આપણા એજ ગુણો સાથે સમાજ સેવા મા કાર્યરત છે.” આ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ક્ષેત્રિય પ્રચારક ડૉ. જયંતીભાઈ ભાડેશીયા તેમના વિશેષ ઉદબોદનમાં કહ્યું કે “વિદ્યાર્થી પરિષદ એ શિક્ષણ ક્ષેત્ર માં દેશ ભક્તિ નું બીજ બનીને આજે વટવૃક્ષ બન્યુ અને આ વટવૃક્ષ માંથી બનેલા ફળો આજે આપણી સમક્ષ ઉપસ્થિત રહ્યા છે. ધ્યેય સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ સંગઠન ની ઓળખ છે એમની આપેલી એક એક પળ શ્રેષ્ઠ છે પણ એમના માં વિવેક, નમ્રતા અને સત્જ્ઞાન એ સહજ ભાવે આવી જાય એ વિદ્યાર્થી પરિષદ ની વિશેષતા છે.”

અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, આ અમૃત મહોત્સવ સંમેલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની ૭૫ વર્ષ ની યાત્રા મા‌ પોતાનુ બહુમુલ્ય યોગદાન આપનાર બધા જ સન્માનિત વડિલ પૂર્વ કાર્યકર્તાઓએ આ સંમેલનમાં ખુબ જ સ્નેહ પૂર્વક ભાગ લિધો હતો. અ.ભા.વિ.પ ના વર્તમાન અને પૂર્વ કાર્યકર્તાઓના મિલન ને જોઈ ને અ.ભા.વિ.પ પરિવાર નુ ખુબ જ સુંદર દ્રશ્ય નજરે પડ્યા હતા.

કોંગ્રેસના આ નેતાએ PM મોદી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- રાત્રે 12 વાગે દારૂ પીને વડાપ્રધાન…

રક્ષાબંધનના 2 દિવસ મહિલાઓને બસમાં એકપણ રૂપિયો ટિકિટ નહીં આપવાની, આ સરકારે બહેનેનો આપી મોટી રાહત

કાગડોળે વરસાદની રાહ જોતા ગુજરાતીઓને અંબાલાલે જલસો કરાવી દીધો, જાણી લો ક્યારે મેઘરાજા ધબધબાટી બોલાવશે

વિદ્યાર્થી પરિષદને શક્તિશાળી બનાવવા પાછળ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકર્તાઓનો ફાળો રહેલો છે. કાર્યક્રમ થકી એ તમામ કાર્યકર્તાઓને અભિવાદન આપવાનો અનેરો અવસરના અ.ભા.વિ.પ ના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મળ્યો હતો.

[ruby_related total=5 layout=5]

Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly