ધંધુકામાં માલધારી યુવકની હત્યા મામલે વાતાવતણ શોક્મગ્ન બન્યુ છે. આ મામલે ફાયરિંગ વિથ મર્ડરના તાર હવે મુંબઈ સુધી પહોંચ્યા હોવાના સામાચાર સામે આવ્યા છે. આ સમગ્ર હત્યા કેસમા 2 મૌલાના સામેલ હોવાનો ખુલાસો થયો ચે જેમા એક મુંબઈ અને એક અમદાવાદના છે. બીજી તરફ આ મામલે 5 લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે.
પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ છે કે અમદાવાદના એક મૌલવીએ હથીયાર હત્યારાને આપ્યુ હતુ. હત્યાકાંડ બાદ હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા જશે. આ ઘટના બાદ રાણપુર શહેરમાં હિન્દૂ સમાજ દ્રારા બંધનું એલાન પણ કરાયુ છે અને શાંતિ પૂર્ણ રેલી દ્વરા શોક વ્યકત કરાયો હતો.
આ સિવાય નવસારીમાં પણ હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢવામા આવી હતી. હવે આ મામલે તપાસ કરવા પોલીસે 7 ટીમો બનાવી છે અને ધંધુકામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.