અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું આગમન એક અત્યંત સૂચક સંકેત છે. આ મુલાકાતે સાબિત કરી દીધું છે કે વૈશ્વિક રાજનીતિના નકશા પર હવે દિલ્હીની સાથોસાથ ગુજરાત પણ વ્યૂહાત્મક નિર્ણયોનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. આ માત્ર એક શિષ્ટાચાર મુલાકાત નહોતી, પરંતુ ભારતની વધતી જતી આર્થિક અને સાંસ્કૃતિક શક્તિનું ભવ્ય પ્રદર્શન હતું.
સાબરમતીના શાંત તટે ગાંધીજીને નમન
મુલાકાતની હૃદયસ્પર્શી શરૂઆત અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી થઈ હતી. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મર્ઝે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
🔸પ્રધાનમંત્રી @narendramodi અને જર્મન ચાન્સેલર #FriedrichMerz આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 માં હાજરી આપવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા #GermanChancellor #FriedrichMerz #Ahmedabad@PMOIndia@GermanyinIndia@eoiberlin pic.twitter.com/cdZWk7HbKF
— DD News Gujarati (@DDNewsGujarati) January 12, 2026
આશ્રમના પવિત્ર અને શાંત વાતાવરણમાં બંને નેતાઓએ ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આજના આધુનિક યુગમાં અને વૈશ્વિક શાંતિ માટે કેટલા પ્રાસંગિક છે, તે વિષય પર પણ ગહન ચર્ચા કરી હતી.
રિવરફ્રન્ટ પર જામ્યો પતંગોત્સવનો રંગ
આશ્રમની મુલાકાત બાદ બંને મહાનુભાવો સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા, જ્યાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના હસ્તે મહોત્સવ ખુલ્લો મુકાયા બાદ, તેમણે આકાશમાં પતંગ ચગાવવાની મજા માણી હતી
The skies of Ahmedabad came alive as Hon’ble Prime Minister Shri Narendra Modi Ji inaugurated the International Kite Festival 2026 at Sabarmati Riverfront, along with German Chancellor H.E. Mr. Friedrich Merz.
Flying kites together, the two leaders beautifully reflected the… pic.twitter.com/4oRCzFTvkW
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 12, 2026
અને તેમની સાથે ચાન્સેલર મર્ઝ પણ ઉત્સાહભેર જોડાયા હતા. આકાશમાં લહેરાતા ભારત-જર્મનીના ઝંડા અને બંને નેતાઓની તસવીરોવાળી પતંગોએ સમગ્ર વિશ્વમાં ભારતના ‘સોફ્ટ
પાવર’નો મજબૂત સંદેશ પહોંચાડ્યો હતો.
ગાંધીનગરમાં ભવિષ્યનું મંથન અને મહત્વના કરારો
સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા બાદ, બંને નેતાઓ વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ આપવા માટે ગ્રીન એનર્જી અને ક્લીન ટેકનોલોજી, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ, શિક્ષણ તેમજ સ્ટાર્ટઅપ્સ અને અદ્યતન સંશોધન જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો હતો અને બંને દેશોએ પોતાની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવિષ્ય માટે એક અત્યંત મજબૂત અને સ્પષ્ટ રોડમેપ પણ તૈયાર કર્યો છે.
વૈશ્વિક ફલક પર ગુજરાતનો દબદબો
આમ આ મુલાકાતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત હવે વૈશ્વિક રાજનીતિ અને વેપારનું પ્રવેશદ્વાર બની ગયું છે. જર્મની જેવી વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા ધરાવતા દેશના વડાએ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે ગુજરાતની ધરતી પસંદ કરી, તે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. આ મુલાકાત આવનારા વર્ષોમાં બંને દેશોના આર્થિક અને સામાજિક વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે.