હર્ષ બારોટ ( અમદાવાદ ): અમદાવાદમાં કાઠિયાવાડી લોકો અપાર સંખ્યા છે. ત્યારે કાઠિયાવાડી લોકોને ગાંઠિયા ખાવા તો જોઈએ જ… વાર-તહેવાર વગર પણ સૌરાષ્ટ્રના લોકો ગાંઠિયા બનાવીને પાર્ટીઓ કરતાં હોય છે. તો જો તમે પણ અમદાવાદમાં છો અને કાઠિયાવાડી છો તો તમારા માટે એક મસ્ત જગ્યા શોધીને આવ્યા છીએ. કે જ્યાં તમને અસલ કાઠિયાવાડી સ્વાદના જ ગાંઠીયા ખાવા મળશે.

અમદાવાદના વસ્રાપુર વિસ્તારમાં પ્રખ્યાત એવા વસ્રાપુર ગાંઠીયા લોકોના મોઢામાં પાણી લાવવા માટે નામ જ પુરતુ છે. છેલ્લા 12 વર્ષથી ધમધોકાર વેપાર કરે છે અને લોકો પણ ત્યાંના ગાંઠીયા ખાઈને આંગળા ચાટતા રહી જાય છે.

વિગતે વાત કરીએ તો અમદાવાદમાં જાણીતા વસ્ત્રાપુર ગાંઠીયાએ પોતાની મહેનત અને સંતોષકારક સ્વાદથી લોકોના દિલમાં આગવી છાપ છોડી છે. વસ્ત્રાપુર ગાંઠીયામાં મેનેજમેન્ટ કરતાં ચિરાગભાઈના મત્તે તેઓ વર્ષોથી સવારથી સાંજ સુઘી ગરમાં-ગરમ ચા-નાસ્તો તૈયાર કરીને લોકોને આપે છે.

ચિરાગભાઈ આગળ જણાવે છે કે જ્યારે કોઈ વાર-તહેવાર આવે ત્યારે તો લોકોની ખુબ ભીડ જોવા મળે છે અને વેપારમાં પણ સારો ફાયદો થાય છે. અમારી દુકાનમા ખમણ, ગાંઠીયા, ફાફડા-ઝલેબી, ખાંડવી, નાયલોન ખમણનું વેચાણ કરવામાં આવે છે. જેમા અમારા ગ્રાહકો ફાફડા-ઝલેબી અને ગાંઠીયાથી પ્રભાવિત છે. ગરમાં-ગરમ ચા માટે પણ લોકોનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
રોજીંદા દિવસોમાં 700 થી 800 ગ્રાહકો નાસ્તાની મોજ માણે છે. જ્યારે Swiggy અને Zomato જેવા ઓનલાઈન માધ્યમથી પણ એમને સારો વેપાર મળે છે. ચિરાગભાઈ જણાવે છે કે ગ્રાહકોની વધતી માંગને જોઈ તેઓ ભવિષ્યમાં થેપલા અને બટેટા સુકીભાજીના પણ વેચાણની પણ વીચાર કરી રીહ્યાં છીએ.