અમદાવાદ ખાતે રહેતા સોનલ ઓડદરા, જે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ હોવા સાથે હિન્દી સાહિત્યના જાણકાર છે. પોતાના શોખને ઉજાગર કરતી કવિતાઓના સંગ્રહની બુક “जीवन की राहे” બુકનું અનાવરણ કરવામાં આવ્યું. આ બુક લોન્ચ ઇવેન્ટ અમદાવાદમાં યોજાયેલ ઇન્ટરનેશનલ બુક ફેરમાં રાખવામાં આવ્યું.
સાહિત્ય જગતના આધારસ્તંભ અને આપણા માટે પ્રેરણાસ્ત્રોત, આદરણીય જીતેન્દ્ર ઠાકર, બિઝનેસ અને ગ્રોથ કન્સલ્ટન્ટ સાથે startup and process improvement coach વિઝન રાવલ, એમ ડિવિઝનના PI ઉમેશ ધાખડના શુભ હસ્તે આ બુકનું લૉન્ચ કરવામાં આવ્યું. આ ઉપરાત ઢોલીવુડના જાણીતા અભિનેત્રી મનીષાબેન સહિત કાલા ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

“जीवन की राहे” બુકમાં લેખિકાએ જીવનના ઉતાર–ચઢાવ, અનુભવો અને દરેક પરિસ્થિતિની સામે કેમ ઊભું રહેવું તે જણાવ્યું છે. આ બુકમાં જીવનની દરેક પરિસ્થિતિમાંથી ઝઝૂમ્યા બાદ મહાદેવની ભક્તિના માર્ગે જઈ કેદારનાથ સુધીની સફર, મહાદેવના પ્રતાપે જીવનમાં થયેલા ચમત્કારોનો સાર છે.
લેખિકાએ આ બુક પોતાના પિતાજી રામભાઈ કેશવાલા, જેમના સંસ્કારોએ જીવન જીવવાનો સાચો રસ્તો બનાવ્યો છે તેમણે સમર્પિત કરી છે. આ બુકમાં અણધારી આફતમાં મળેલા પિતાના સાથે અને માતા પ્રત્યેનો ઝલકાઈ આવે છે. સોનલબેન ની આવી જ “जीवन की राहे” આત્માથી શિવ સુધીની સફર થી વાચકોને ઘણું શીખવાડશે