Gandhinagar News: કમિશન- ભારતના ચૂંટણી પંચે દેશની તમામ રાજ્ય સરકારોને ૧૬મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ આસ્તે આસ્તે સ્પષ્ટ થઈ રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતગર્ત માર્ચના મધ્યભાગથી શરૂ કરીને સમગ્ર એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી!

ગુજરાત ગૌણ = સેવા પંસદગી મંડળે તાજેતરમાં વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. તદ્ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતીની જાહેરાત આવી રહી છે. આ બંને મોટી ભરતીઓ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગમાં પણ ભરતી પ્રક્રિયાઓમાં વિવિધ તબક્કે પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યુ છે.

આ તમામ સ્થિતિ વચ્ચે ECIએ રાજ્યોની સરકારોને ૧૬મી એપ્રિલ પૂર્વે લોકસભા ચૂંટણી માટે સજ્જ થવાના ભાગરૂપ તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓના આયોજનો આખરી ઓપ આપવા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3માં ગ્રૂપ એ અને ગ્રૂપ બીની 4304 જગ્યા માટેની ભરતીની જાહેરાત કરી છે. જોકે જાહેર કરાયેલી ખાલી જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે. આ જગ્યાઓ માટે કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in અને gsssb.gujarat.gov.in પરથી 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
હૃદયના ધબકારા વધી જતા તથ્ય પટેલના જામીન માંગ્યા, કોર્ટે હંગામી જામીન ફગાવી, ફરી મેડિકલ ચેકઅપનો આદેશ
વધુમાં અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે. ભરતી અંતર્ગત સૌથી વધુ 2018 જગ્યા જુનિયર ક્લાર્ક (ગ્રૂપ બી)ની ભરાશે. આ ઉપરાંત ગ્રૂપ એમાં સિનિયર ક્લાર્કની 532, કલેક્ટર કચેરીમાં જુનિયર ક્લાર્કની 590 જગ્યા પણ ભરવામાં આવશે.