Gujarat News: હાલમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચે ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી છે. ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હતી એને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરાતા ચારેકોર હાહાકાર મચી ગયો છે. વિગતો મળી રહી છે કે અટકાયતનું કારણ એવું સામે આવ્યું છે કે ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હતી. ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે કેટલી સજા મળે છે અને શું આગળ કંઈ મોટી કાર્યવાહી થશે કે કેમ?

આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશાધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાને હટાવી દીધા છે અને તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે. તો વળી પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં હતા. આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર હવે રાજકારણમાં મોટી ચર્ચાનો વિષય બન્યો હતો.
સોનાના દાગીના ખરીદનારાઓ માટે મોટા સમાચાર, સોનું 65,000 અને ચાંદી 80,000 રૂપિયે મળતું થઈ જશે!
ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ પ્રયાસો લગાવી દીધા હતા. પાર્ટીને ગુજરાતમાં માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. AAP ના મોટા નેતાઓએ ગુજરાતમાં રેલીઓ યોજી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન જેવા નેતાઓ સામેલ હતા.