સરકારે ફરી એક વખત નાગરિકો માટે સુવર્ણ તક આપી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ હવે ગરીબ પરિવારોને મફત LPG સિલિન્ડર મળશે. આ યોજનાનો લાભ તે પરિવારો મેળવી શકે છે, જેઓ ગરીબી રેખા નીચે (BPL) આવે છે.
PM ઉજ્જવલા યોજનાનો હેતુ :
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક ઘરમાં સ્વચ્છ ઇંધણ પહોંચાડવાનો છે.
લાકડાના ચૂલા પર રસોઈ કરતી મહિલાઓને ધુમાડાના પ્રભાવથી મુક્તિ આપવી અને આરોગ્યની સુરક્ષા કરવી એ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે.

યોજના ક્યારે શરૂ થઈ?
2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થઈ હતી.
ત્યારથી લાખો ગરીબ પરિવારોને મફત LPG ગેસ કનેક્શન મળ્યું છે, જેના કારણે ગ્રામિણ વિસ્તારોમાં સ્વચ્છ રસોઈ વ્યવસ્થા શક્ય બની છે.
પર્યાવરણ પર સકારાત્મક અસર !
લાકડાના ચૂલા માંથી થતો ધુમાડો માત્ર મહિલાઓના આરોગ્યને જ નહીં, પરંતુ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે.
LPGના ઉપયોગથી હવા શુદ્ધ રહી છે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.
કોણ મેળવી શકે યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ તે પરિવારો મેળવી શકે છે,
જેઓ ગરીબી રેખા નીચે (BPL) આવે છે,
અથવા જેમના નામ SECC 2011માં નોંધાયેલા છે.
સાથે જ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અત્યંત પછાત વર્ગ, PMAY અને અંત્યોદય કાર્ડધારક પરિવારો પણ પાત્રછે.
જરૂરી દસ્તાવેજો :
(અરજી માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે) :
આધાર કાર્ડ,
રેશન કાર્ડ,
બેંક પાસબુક,
પાસપોર્ટ સાઇઝ ફોટો.
અરજી કરવાની રીત :
તમે બે રીતે અરજી કરી શકો છો:
1. ઓનલાઈન અરજી – સત્તાવાર LPG પોર્ટલ પર જઈને ફોર્મ ભરવું.
2. ઓફલાઈન અરજી – નજીકની ગેસ એજન્સીમાં જઈને ફોર્મ ભરવું અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના.
એજન્સી ચકાસણી કર્યા પછી કનેક્શન મંજૂર કરશે.

શું મળશે યોજનામાં?
આ યોજના હેઠળ લાભાર્થીને મળશે —
મફત LPG કનેક્શન
એક ચૂલો
પહેલો ગેસ સિલિન્ડર મફત
કેટલાક કિસ્સાઓમાં સરકાર રિફિલ પર ડિસ્કાઉન્ટ પણ આપે છે.
લાભ લેવા તક ચૂકી નહીં જશો :
જો તમે આ યોજનાના પાત્ર હો, તો વિલંબ ન કરો. જરૂરી દસ્તાવેજો સાથે તરત અરજી કરો અને મફત ગેસ સિલિન્ડરનો લાભ મેળવો