ગુજરાતમાં મેધરાજા દરરોજ જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી દીધી છે કે હજુ પણ ભારે વરસાદ ખાબકશે. આ આગાહી મુજબ કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે શનિ-રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ આપાયુ છે. શનિવાર-રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
અમદાવાદમાં આજે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે વાત કરવામા આખા રાજ્યની તો 20 ઈંચ સાથે મોસમનો સરેરાશ 60 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
મળતી માહિતી મુજબ શનિવારે કચ્છ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ આપી દેવામા આવ્યા છે. આ સાથે કચ્છમાં શનિવારે રેડ એલર્ટ આપાયુ છે.
ઉતર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ અને સૌરાષ્ટ્રમા રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ આપાયુ છે. રાજ્યના 50 જળાશયો આ આગાહીને જોતા હાઇ એલર્ટ પર રખાયા છે.