Gujarat News: ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને હવે ગણતરીના દિવસોમાં જ બોર્ડની પરિક્ષા આવી રહી છે. વિદ્યાર્થીઓ પણ સતત તૈયારીમાં વ્યસ્ત છે. ત્ચારે વિદ્યાર્થીની સાથે સાથે વાલીઓની પણ જવાબદારી એટલી જ વધી જતી હોય છે. ત્યારે હિરેન માંડલિયા દ્વારા વીડિયો સ્વરૂપે એક ખાસ મેસેજ આપવામાં આવ્યો છે જે દરેક વાલીઓને અને વિદ્યાર્થીઓને મદદરૂપ નીવડી શકે છે.
પરિક્ષા વખતે કેવું હોવું જોઈએ વાલીઓનું વલણ અને શું હોય છે આ સમયે તેમની ભૂમિકા… જેવા સવાલોના જવાબો હિરેનભાઈએ ખુબ સરસ રીતે વર્ણવ્યા છે. તો અહીં જુઓ આ વીડિયોમાં દરેક વાલીઓને મુંજવતા પ્રશ્નોના જવાબો
વિદ્યાર્થીને ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ
જ્યારે તમે પરીક્ષા દેવા જાવ ત્યારે તમારી પાસે સૌપ્રથમ તમારી હોલ ટિકિટો હોવી જરૂરી છે. તેના વગર તમને પ્રવેશ આપવામાં આવશે જ નહીં.
જો હોલ ટિકિટ નહીં હોય તો તમે એક્ઝામ આપી શકશો નહીં. હોલ ટિકિટ તમારે તમારા પેપરની અનુકૂળતા પ્રમાણેના સાધનો લઈ જવા જોઈએ.
જેમકે ગુજરાતી જેવા વિષયોમાં તમારે આકૃતિઓ દોરવાની આવતી જ નથી. આવા વિષયોમાં તમે પરિકર જેવા સાધનો ના લઈ જાવ તો પણ ચાલે.
ધોરણ 10માં જ્યારે ગણિતનું પેપર હોય ત્યારે તમને કેલ્ક્યુલેટર ઉપયોગ કરવાની સખત મનાઈ છે. એટલે કેલ્ક્યુલેટર જેવા ડિવાઈસ લઈ જવાનું બંધ રાખવું.
જ્યારે પરીક્ષા દેવા જાવ ત્યારે તમામ વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ પ્રકારની ચોરી કરવી નહીં જો તમે ચોરી કરતા પકડાશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે અને તમે બોર્ડની પરીક્ષા આગલા ત્રણ વર્ષ સુધી અથવા તો લાંબા સમય સુધી નહીં આપી શકો તેવી તમારી પર સજા અને કાર્યવાહી પણ થઈ શકે છે.

બોર્ડની પરીક્ષા પણ સામાન્ય રીતે આપણી શાળાની પરિક લે જેમ લેવાતી હોય છે. જે વિદ્યાર્થીઓને ભય લાગતો હોય તે વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા થોડી અઘરી બની જતી હોય છે. જેથી તમામ વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષામાં ડર્યા વગર પેપર લખવાનું છે. જેથી આ પરીક્ષા તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય.
જે દિવસો દરમિયાન તમારી બોર્ડની પરીક્ષા શરૂ હોય તે દિવસો દરમિયાન તમારે ખોરાક લેવામાં કાળજી રાખવી જોઈએ. જેથી કરીને તમારી તબિયત ના બગડે અને તેની અસર તમારી પરીક્ષા પર ના થાય. જે દિવસે તમારી બોર્ડની પરીક્ષા હોય એ દિવસોએ તમારે ઘરેથી પરીક્ષાના સમય કરતા વહેલા નીકળી જવું જોઈએ. જેથી કરીને જો તમને પહોંચવામાં કોઈ પણ તકલીફ પડી હોય તો તમે સમયસર પહોંચી શકો. જે સમયે તમે બોર્ડની પરીક્ષા આપી રહ્યા હશો તે સમયે તમારી પાસે એક કાંડા ઘડિયાળ હોવી જરૂરી છે.
જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
પેપર સમયસર પુરુ કરવા માટે ઘડિયાળ ખૂબ જ અગત્યની રહેશે. કયા પ્રશ્નને કેટલી મિનિટ ફાળવવી એ તમારે પ્રશ્નપત્ર વાંચતા ની સાથે જ નક્કી કરી લેવું જોઈએ કદાચ તમારા ક્લાસમાં એક પણ ઘડિયાળ ના હોય તો તમને આ પ્રશ્ન પત્ર પૂરું કરવામાં વાર લાગી શકે છે. બોર્ડ દ્વારા એક કલાક પૂરી થશે ત્યારે,બે કલાક પૂરી થશે ત્યારે, અને 15 મિનિટ બાકી હશે ત્યારે તમને બેલ દ્વારા એલર્ટ આપવામાં આવશે.