Politics News: મહારાષ્ટ્રમાં આગામી બેથી ત્રણ દિવસમાં મહાવિકાસ અઘાડી (MVA)ના ઘટક પક્ષો કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જેમાં કોંગ્રેસ પણ કેટલીક સીટો પર નામ જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના તમામ મોટા નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે ત્યારે દીકરીઓ ચૂંટણી લડવા તૈયાર છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી બાદ હવે કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારની પુત્રી શિવાની વડેટ્ટીવારનું નામ પણ જોડાયું છે.

ગુજરાતમાં કોંગ્રેસે મુમતાઝ પટેલને ટિકિટ આપી નથી, જોકે તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. જ્યારે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારની પુત્રી શિવાની વડેટ્ટીવારે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એવી ચર્ચા છે કે પાર્ટી શિવાનીને પણ તક આપી શકે છે. આ પછી મહારાષ્ટ્રની ચંદ્રપુર લોકસભા સીટ ચર્ચામાં આવી છે. વિજય વડેટ્ટીવારની પુત્રી શિવાની વડેટ્ટીવાર તેના પિતાથી તદ્દન અલગ રીતે લોકોમાં કામ કરી રહી છે. વિજય વડેટ્ટીવાર મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા છે.

વિજય વડેટ્ટીવારની પુત્રી શિવાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે હું ખરેખર મારી રાજકીય કારકિર્દી જિલ્લા પરિષદ દ્વારા શરૂ કરવા માંગતી હતી, પરંતુ સરકારે જિલ્લા પરિષદની ચૂંટણીઓ કરાવી ન હતી. આ પોસ્ટમાં તેમણે ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. શિવાની મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસના મહાસચિવ છે.
શિવાનીએ મુંબઈ યુનિવર્સિટીની મીઠીબાઈ કૉલેજમાંથી એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ડિગ્રી મેળવી. 2019ની લોકસભા ચૂંટણીમાં ચંદ્રપર લોકસભા બેઠક કોંગ્રેસ પાર્ટીએ જીતી હતી. પાર્ટીના ઉમેદવાર સુરેશ નારાયણ ધરનોકર અહીંથી જીત્યા હતા. તેઓ 44 હજારથી વધુ મતોથી જીત્યા હતા.

કોંગ્રેસે આ બેઠક પર હેટ્રિક કરનાર ભાજપના નેતા હંસરાજ આહિરને હરાવ્યા હતા. આ લોકસભામાં કુલ છ વિધાનસભા મતવિસ્તાર છે. આમાંથી ત્રણ બેઠકો ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસ પાસે બે અને એક અપક્ષ બેઠક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ આ બેઠક પર ઘણી સારી સ્થિતિમાં છે. આ બેઠક પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભમાં આવે છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
આ વિસ્તાર જંગલો અને વાઘ માટે જાણીતો છે. તે 12મીથી 18મી સદી સુધી ગોંડ વંશની રાજધાની હતી. બાદમાં નાગપુરના મરાઠા ભોંસલેએ તેને જીતી લીધું હતું. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ અહીં કોની ઉમેદવારી જાહેર કરે છે. શિવાની ભલે નાની હોય પરંતુ તે પણ ભાજપ પર નિશાન સાધતી રહી છે. તે ગયા વર્ષે એપ્રિલમાં વીર સાવરકર પર આપેલા નિવેદનને કારણે પણ ચર્ચામાં આવી હતી.