કેન્દ્ર સરકાર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ અને શાળાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની તૈયારી કરી રહી છે. સાંસ્કૃતિક મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના ગામમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં સેંકડો વર્ષ જૂની સંસ્કૃતિના નિશાન મળી આવ્યા છે.
મંત્રાલયના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વડનગરને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે એક યોજના ઘડી કાઢવામાં આવી છે. આ અંતર્ગત વડનગરને ચાર તબક્કામાં વિકસાવવાની રૂપરેખા બનાવવામાં આવી છે. જેના કારણે ગુજરાતના વડનગરમાં એક મોટું મ્યુઝિયમ બનાવવાની યોજના છે. મળતી માહિતી મુજબ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં મ્યુઝિયમ તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.

PM મોદીની સ્કૂલ બનશે પર્યટન સ્થળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળાને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહી છે. પીએમ મોદીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે 19મી સદીની સ્કૂલ છે અને તેને ઈન્સ્પિરેશનલ ડેસ્ટિનેશન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ શાળાને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવશે અને દેશભરમાંથી બાળકોને શાળાની મુલાકાત લેવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા એક યોજના પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જેના દ્વારા દેશના દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછા 2 બાળકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાળાની મુલાકાત કરાવવામાં આવશે.

બૌદ્ધ અને જૈન સમયના અવશેષો ખોદકામમાં મળી આવ્યા છે
સૂત્રોએ જણાવ્યું કે, વડનગરના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ એટલે કે ASIએ પણ ખોદકામ કર્યું છે, જેમાં અઢી હજાર વર્ષ જૂના બૌદ્ધ અને જૈન કાળના અવશેષો મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ 1945માં પણ ASIએ વડનગરમાં ખોદકામ કર્યું હતું. જેમાં કેટલાક પુરાતત્વીય અવશેષો મળી આવ્યા હતા. તે જ સમયે, આ વખતે મંત્રાલયે એક યોજના તૈયાર કરી છે, જેના કારણે ખોદકામ કરાયેલ સ્થળને પણ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.