થોડા સમય અગાઉ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે અને બધા ધણીધણી ઉઠ્યા હતા. પાટણ જિલ્લાના હારીજમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હારીજ તાલુકા પંચાયત સામે સબરી શોપિંગ સેન્ટર પાસે એક યુવક ચા પીવા બેઠો હતો અને એના પર જાનલેવા હુમલો થયો હતો. એમાં બે શખસ છરી લઈને યુવક પર તૂટી પડ્યા હતા અને ગણતરીની સેંકન્ડોમાં તેનું મોત થયું હતું.
વિગતો મળી રહી છે કે હારીજ તાલુકા પંચાયત સામે સબરી શોપિંગ સેન્ટર પાસે આજે હાર્દિક બાબરભાઈ દેસાઈ નામનો યુવક ચા પીવા બેઠો હતો. તે મોજથી ચા પીતો હતો. તેને ખબર પણ નહીં હોય કે સેકન્ડો પછી તેનું મોત નક્કી છે. એવામાં જ અગાઉની અદાવતમાં નાગજી દેસાઈ અને અન્ના ઠાકોર નામના બે શખસ આવ્યા હતા. હાર્દિક કંઈ જોવે કે સમજે એ પહેલાં જ બંને શખસ છરી લઈને ફરી વળ્યા. આ અંગે જાણ થતાં પાટણ જિલ્લા પોલીસવડા વિજય પટેલ, રાધનપુર ડી.વાય.એસ.પી. ડી.ડી.ચૌધરી સહિત એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મોતનું કારણ શું બહાર આવે છે.