હંમેશા આપણે એવું જોયું હોય કે શાળામાં માત્ર વિદ્યાર્થી માટે જ નિયમો બનાવવામાં આવે છે, પરંતુ હવે રંગીલા રાજકોટે એક નવો જ ચિલો ચિતર્યો છે અને જેની ચારેકોર પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે પછી નાઇટ ડ્રેસ પહેરીને શાળાએ ન જાય.

આ જ અરસામાં માહિતી મળી રહી છે કે શાળા સંચાલક મંડળે કહ્યું છે કે પબ્લિક પ્લેસમાં ઔચિત્ય જળવાય તે જરૂરી છે એવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તે પણ દરેક વાલીએ જોવું જોઈએ. કપડા સિવાય વાલીઓ પાન-માવા ખાઇને પણ તેમના બાળકોને શાળાઓમાં મુકવા અથવા તો શાળાની મીટિંગમાં ન આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવા વાલીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે.
રક્ષાબંધન પહેલા નાની બહેને મોટા ભાઈને કીડનીનું દાન આપીને જીવ બચાવ્યો, આખા ભારતે દીકરીના વખાણ કર્યા
સોના-ચાંદીના ભાવમાં ફરીથી તોતિંગ વધારો થયો, ખરીદવાનો પ્લાન છે તો જાણી લો એક તોલાના નવા ભાવ
શાળા સંચાલક મંડળે જોયું કે અમુક વાલીઓ બરમુડા પહેરીને આવે છે, શોર્ટ્સ પહેરીને આવે છે, નાઇટ ડ્રેસ પહેરીને આવે છે. ત્યારે આવા વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ શાળાના સંકુલની ગરીમા જળવાય તે પ્રકારના વસ્ત્રો પહેરીને આવે. ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની એક ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે.