Gujarat News: નવી આગાહી કરી એમાં હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં દરિયા કિનારાનાં વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. તો આ તરફ આગાહીમાં ઠંડીમાં પણ 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે એવું પણ હવામાનને લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એકાએક પલ્ટો આવી રહ્યો છે.

આજે રાજ્યમાં આગામી 24 કલાકમાં છુટો છવાયો કમોસમી વરસાદ પડશે. જિલ્લાઓની વાત કરીએ તો દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં સામાન્ય વરસાદ ખાબકશે. પરંતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી થઈ એવું પણ હવામાન વિભાગે વાત કરી છે.
એક સવાલ અને PM મોદીએ આપ્યો સણસણતો જવાબ, કહ્યું-”ભારતીય ભૂમિ મુસ્લિમો માટે સ્વર્ગ છે’, જાણો કેમ ??
…આને કહેવાય અદ્ભુત નવું વર્ષ, પહેલા દિવસથી જ 3 રાશિના લોકોની આવક ડબલ થઈ જશે, બુધ બેડો પાર કરશે
હવામાન વિભાગની આગાહી છે કે હાલમાં વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે. જેથી છુટો છવાયો વરસાદ પડે એવું દેખાઈ રહ્યું છે. ત્યારે નલિયામાં 12.2 ડિગ્રી,ગાંધીનગર 14 અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની મૌસમ જામી રહી છે. તો બીજી તરફ ઠંડીની સીઝનમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાની લોકો પણ મુંઝવણાં મુકાયા છે.