Ayodhya Ram Mandir: આજે સમગ્ર દેશ અને વિશ્વ માટે ભાવુક અને ઐતિહાસિક દિવસ છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે આખી અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે અને ચારેબાજુ રામધૂનની ગુંજ સંભળાઈ રહી છે.
વર્ષગાંઠની આ ઉજવણીમાં ચાર ચાંદ લગાવવા માટે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા છે. ભક્તિમય માહોલ વચ્ચે, રક્ષામંત્રી અને સીએમ યોગીએ માતા અન્નપૂર્ણાના પવિત્ર મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી અને મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.
#WATCH अयोध्या (यूपी): रक्षा मंत्री राजनाथ सिंह और सीएम योगी आदित्यनाथ ने राम लला की प्राण प्रतिष्ठा की दूसरी वर्षगांठ के मौके पर अन्नपूर्णा मंदिर में झंडा फहराया। pic.twitter.com/wWOuWMvduH
— ANI_HindiNews (@AHindinews) December 31, 2025
આ દ્રશ્ય માત્ર ધાર્મિક જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિના વિજયનું પ્રતિક છે. છેલ્લા બે વર્ષમાં કરોડો ભક્તોએ રામલલાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને આજે આ બીજી વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યામાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે આ પવિત્ર અવસરે રામ મંદિરમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુષ્ઠાનમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. રક્ષામંત્રીએ રામલલાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી અને તેઓ બપોરે ૩:૨૦ વાગ્યા સુધી મંદિર પરિસરમાં હાજર રહી આ દિવ્ય મહોત્સવના સાક્ષી બનશે.
#WATCH अयोध्या: रक्षा मंत्री राजनाथ सिंह और उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने प्रतिष्ठा द्वादशी और राम लला प्राण प्रतिष्ठा की दूसरी वर्षगांठ के अवसर पर राम जन्मभूमि मंदिर में राम लला की पूजा की। pic.twitter.com/dpiyPayYlC
— ANI_HindiNews (@AHindinews) December 31, 2025
માતા અન્નપૂર્ણાના મંદિરે ધ્વજારોહણ
વર્ષગાંઠની આ ઉજવણીમાં એક ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે રક્ષામંત્રી અને સીએમ યોગીએ માતા અન્નપૂર્ણાના મંદિરે વિધિવત ધ્વજારોહણ કર્યું. આપને જણાવી દઈએ કે, વર્ષ 2024 માં પોષ સુદ દ્વાદશીના દિવસે જ રામલલાની પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, અને આજે એ જ પુણ્યતિથિએ અયોધ્યા નગરી ફરી એકવાર દિવ્યતાથી ઝળહળી ઉઠી છે.
જનતાને સંબોધન
પૂજા-અનુષ્ઠાન બાદ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના નિકાસ દ્વાર એટલે કે અંગદ ટીલા પરથી જનમેદનીને સંબોધિત કરશે