Ajit Pawar Last Rites: મહારાષ્ટ્રના રાજકારણમાં ઊંડો શોક છવાઈ ગયો છે. બારામતી વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા મહારાષ્ટ્રના ડિપ્ટી મુખ્યમંત્રી અજિત પવાર આજે પંચતત્વમાં વિલીન થયા હતા. રાજકીય સન્માન સાથે થયેલા અંતિમ સંસ્કારમાં ભાવુક ક્ષણો ત્યારે સર્જાઈ, જ્યારે તેમના દીકરા પાર્થ પવારે પિતાને મુખાગ્નિ આપી. આ સમયે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર અને બહેન સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા. નમ આંખે પરિવારજનોએ ‘દાદા’ને અંતિમ વિદાય આપી.


#WATCH | Maharashtra Deputy CM Ajit Pawar's sons, Parth and Jay, perform the last rites rituals of their father, in Baramati pic.twitter.com/ahESsl7i8a
— ANI (@ANI) January 29, 2026
#WATCH | Baramati | Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar & Rajya Sabha MP, pays last respects to her husband, who lost his life in a plane crash yesterday pic.twitter.com/4d33AMIk2a
— ANI (@ANI) January 29, 2026
મહારાષ્ટ્રના રાજકારણના એક કદાવર નેતા અને લોકપ્રિય ‘દાદા’, અજિત પવાર આજે પંચતત્વમાં વિલીન થયા હતા. બારામતીમાં સર્જાયેલા કમનસીબ વિમાન અકસ્માતે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. આજે જ્યારે તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવી, ત્યારે માત્ર બારામતી જ નહીં પરંતુ આખું મહારાષ્ટ્ર હીબકે ચઢ્યું હતું. રાજકીય સન્માન સાથે થયેલી આ વિદાયમાં જનમેદનીનો સેલાબ ઉમટી પડ્યો હતો, જે તેમના પ્રત્યેના લોકપ્રેમની સાક્ષી પૂરે છે.

શોકમગ્ન માહોલ અને અંતિમ સંસ્કાર
બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પૂર્વે તેમને ‘ગન સેલ્યુટ’ આપી રાજકીય સન્માન અપાયું હતું. તેમના પુત્રો પાર્થ પવાર અને જય પવાર દ્વારા પિતાની ચિતાને મુખાગ્નિ આપવામાં આવ્યો ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. તિરંગામાં લપેટાયેલા તેમના દેહને જોવા માટે કાટેવાડીથી વિદ્યા પ્રતિષ્ઠાન સુધી માનવમહેરામણ ઉમટ્યું હતું, જેમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા.
#WATCH | Union Minister Nitin Gadkari pays last respects to Maharashtra Deputy CM Ajit Pawar, in Baramati pic.twitter.com/ae5WYQ8fnx
— ANI (@ANI) January 29, 2026
મહાનુભાવોની ઉપસ્થિતિ
અજિત પવારના અંતિમ દર્શન કરવા માટે દેશ અને રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. તેમની રાજકીય સફર કેટલી પ્રભાવશાળી હતી તેની પ્રતીતિ ઉપસ્થિત રહેલા VVIPs પરથી થતી હતી
#WATCH आंध्र प्रदेश के मंत्री नारा लोकेश बारामती में महाराष्ट्र के उपमुख्यमंत्री अजीत पवार के अंतिम संस्कार में शामिल हुए। pic.twitter.com/fysJoRI9zD
— ANI_HindiNews (@AHindinews) January 29, 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ,કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, શિવસેના નેતા એકનાથ શિંદે, MNS પ્રમુખ રાજ ઠાકરે, બીજેપી અધ્યક્ષ નિતિન નવીન, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, અભિનેતા રિતેશ દેશમુખ સહિતના દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો સ્મશાન ઘાટમાં દાદાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
VIDEO | Baramati: Maharashtra CM Devendra Fadnavis and Maharashtra Deputy CM Eknath Shinde arrive at Baramati Airport to attend the last rites of Maharashtra Deputy Chief Minister Ajit Pawar
(Full video available on PTI Videos – https://t.co/dv5TRAShcC)#Maharashtra… pic.twitter.com/cva9gL7lU9
— Press Trust of India (@PTI_News) January 29, 2026

પરિવાર અને સમર્થકોની આંખો નમ:
આ દુઃખદ ઘડીએ પવાર પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. સુપ્રિયા સુલે અને અજિત પવારના પત્ની સુનેત્રા પવાર એકબીજાને સહારો આપતા જોવા મળ્યા હતા. 28 જાન્યુઆરીના રોજ થયેલા એ વિમાન અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
#WATCH | Baramati | Parth and Jay, sons of Maharashtra Deputy CM Ajit Pawar, acknowledge the NCP supporters and party workers attending the last rites of their father & NCP chief pic.twitter.com/5V14V4j6gt
— ANI (@ANI) January 29, 2026
બારામતીએ આજે પોતાના લોકપ્રિય નેતાને હંમેશ માટે ગુમાવ્યા છે, પરંતુ તેમની યાદો લોકોના હૃદયમાં કાયમ જીવંત રહેશે. વધુમાં મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.